Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સુખ દુઃખનો ઘટમાળઃ નુતન- ગત વર્ષનો રસથાળ

'સમય' એક જ એવો છે કે ત્યાં સર્વોસર્વાં 'નારાયણ' પણ નિયમોથી બંધાયેલ છે.પોતાની રચાયેલ સૃષ્ટિમાં પોતાની નીતિઓ અને નિયમોનું આચરણ તેમને પણ કરવુંપડેછે અને ખૂબ અદભુત સર્જન –ખ્યાલ છે.આ સમય જ પરીવર્તનશીલતાની -ખરતાને મનુષ્ય સામે મૂકે છે અને માનવ આ -ખરતની કસોટી માથી પાર ઉતારવા સુખ દૂઃખની વણજારને વિટડાઈને વમળાયા કરે છે અને આમજ દિવસો, મહિનાઓ, વરસો.સદીઓ અને યુગો વિતતા રહે છે અને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાલ ના કાળ ચક્રો ફરતા રહેછે.

માનવે ઉત્સવોની શ્રેણીમાં આ 'સમય'ને પણ એક 'નુતનવર્ષના'અભિગમ સાથે માનભર્યું સ્થાન આપ્યું છે.આમ જોઇએ તો જીવનનું એક દર્શન એવું પણ છે કે પૃથ્વીપરનો પ્રત્યેક વયકતી કાળચક્રના કેન્દ્રસ્થાને છે. ઉગવું, આથમવું, ખીલવું, મુરજાવું,જન્મ-મરણ, સુખ-દૂખ,રાત-દિવસ,ભૂતકાળ-ભવિષ્ય, સર્જન-વિસર્જન, નફો-નુકસાન આ ઘટનાક્રમે જીવંસેલીઓ નિયમાધીન બંધાયેલ છે અને સર્જન-વીસર્જનની પ્રક્રિયાને અનુકૂલિત થવા સજ્જ રહેછે. આમજ બસ વર્ષા રેતીની જેમ મુઠ્ઠી માથી સરતા જાયછે અને ગતવર્ષની ગાથા બની અનેરા અનુભવો થાય છે. જયારે આવનાર વર્ષ ઇચ્છાઓ, ઉમંગ, હર્ષ, અપેક્ષાઓ અને આશાઓથી ઉર્જામય બને છે.

ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે કારતક સુદ એકમ થી હિન્દુ પરંપરા અનુસાર નુતનવર્ષાનો ઉત્સવ માનીએ છીએ ભારતીય બિંસં-દાયિકતા ને અપનાવી પારસી વર્ષ, ખ્રિશ્તીવર્ષ, મુસલીમવર્ષ, વગેરેને તેના ધર્મની આશા અનુસાર ઉત્સવ તરીકે માનીએ છીએ. આપણે હિન્દુ ધર્મ મુજબ 'બેસતુવર્ષ' મીઠાના સકન-સરબત થી શરૂ કરી ખુબજ ઉત્સાહથી નવા વર્ષને આવકારીએ છીએ.

આ પૃથ્વીપર જીવસૃષ્ટિને અમુક વર્ષો કષ્ટદાયી અને અમૂક વર્ષો ફળદાયી રહ્યા છે.માનવે આદિમાનવ થી સુસંસ્કૃત માનવની યાત્રામાં અણઘડ ઘણા અવિષ્કારો કર્યા છે.આ સગવડતની આડઅસર એવી આગવાડતાંના માઠા પરિણામો પણ માનવજાતે ભોગવ્યા છે. કુદરતી અને માનવસર્જિત આફતોએ માનવ સંહાર સર્જ્યો છે.

વર્ષ ૨૦૨૦ ને મહામારી નું પરિવ્રાજક ગણાવી શકાય. માનવસર્જિત આ આફતોથી ગતવર્ષ ની ઘટમાળ પીડાદાયક-કષ્ટદાયક બની છે.વર્ષ ૨૦૨૦ ને મહામારી નું વર્ષ કહી શકાય.માનવસર્જિત વાઇરસ વુહાન વટાવીને વટવૃક્ષ બની કોરોના કેરો કાળ બની ત્રાટક્યો છે.માનવજીવન અચાનક જ આવી મહામારી એ થંભાવી દીધું છે.માનવ-માનવને જ પોતાનો દુશ્મન સમજી બેસે તેવી સ્ત્તિથી ઊભી થઈ છે.સમગ્ર વિશ્વને ભરખી રહેલ આ કોરોના એ માનવજીવન ને બ્રેક લગાડી દીધી છે.પાંજરામાં પુરાયેલ પક્ષી ની વ્યથા કથા ને હવે માનવ હદયથી સમજી શકશે એવી સ્થિતિ ઊભી થઈ છે.વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ કેટલા ઘરોની ખુશીઓને પલવારમાં દુખમાં પરિવર્તિત કરી દીધી છે આ મહામારીની પરાકાષ્ઠા તો જુઓ ; કે મૃતપ્રાય સ્વજનને કુટિંબીજનો દ્વારા ધાર્મિક રીતિરિવાજો મુજબ શ્રદ્ધાંજલી અંત્યેષ્ઠિ કરવાની પણ તક નથી મળતી. વર્ષ ૨૦૨૦માં અનેક ઘટનાઓ ઘટી છે જેમને માનવસંહાર સર્જ્યો છે જેમકે ઈરાન- ઈરાક યુધ્ધ, તુર્કી માં ભૂકંપ, ચીનનો ટ્રેડ વોર, કોવિડ-૧૯ વગેર.ે

આ કોરોનાના કહેરે વચ્ચે પણ એવું ઘણું ઘટિત થયું છે કે જેને કારણે માનવજીવન શૈલી પર તેની  હકારત્મક અસરો ઉપસી આવી છે ભોતિક અને અસમાન્ય થતી જીવન શૈલી પર કોરોનાએ ફૂલ બ્રેક લગાડી છે. લોકોને ઘર પરિવારનું મૂલ્ય સમજાવ્યું  છે. પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાનું શીખવ્યું  છે સેવા, પ્રવૃતી, મદદ સ્વીકાર ભાવ, હિમ્મત,  લાગણી, જે માનવ સહજ પ્રકૃત સ્વભાવને ખીલવ્યો છે સામાજિક એકતા વૈશ્વિક એકતાના મૂલ્યો પ્રસ્થાપિત થયા છે સ્વાસ્થ્ય નું મહત્વ, યોગનું મહત્વ ભારતીય આચાર પ્રચારની આયુર્વેદીય પધ્ધતિની  શ્રેષ્ઠતા સાબિત થઈ છે.

આમ વર્ષ ૨૦૨૦નું ગત વર્ષ ઘણી મુશ્કેલીઓ ની વિયોગ ની સાથે સાથે સૂચારૃં જીવન શૈલીની ભેટ આપતું ગયું છે સામાજિક દૂરીથી માનસિક નિકટતા સર્જાઈ છે સારો કે નરસો સમય બસ વીતે છે એટ્લે દહાડાઓ દવા બની જાય છે અને નવા સમયની ખીલતી નવી સવારને નવી આશાઓ ભરીને ફરી સ્વાગત કરવા વ્યકિત તૈયાર થઈ જાય છે. જીવન ચક્રને ચલાવવાની નૈતિક જવાબદારી નિભાવવા દરેક કટિબદ્ધ થઈ જાય છે.

આવનાર વર્ષ ૨૦૨૧ના નુતન વર્ષ ને ચાલો નવા હકારાત્મક અભિગમ સાથે શરૂ કરીએ વિતેલી સમય માં પડેલી ખોટને આવનાર સમય પૂર્ણ કરી દે અને મહામારીની અંતિમ વિદાય કરી એક પૂર્વવત  જીવન માં ફરી થી નવા બગીચાના નવા ફૂલો બની મહોર્યા કરીયે એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે ચાલો જીવવા નું શરૂ કરીએ.....''સર્વે ને નુતન વર્ષાભિનંદન''

પાર્થ ઉવાચ

''અબ યે સાલ ખતમ હો રહા હૈ, તકલીફ જરૂર બહોત દી હૈ મગર ઈસે કોસના મત, જિંદગી કે કઈ માયને હમકો શિખાકે ગયા, ખૈર છોડીએ યે સાલ તો આખિર ગુઝર હી ગયા''

પાર્થ કોટેચા, જુનાગઢ, મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(1:10 pm IST)
  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST