Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

કાલથી રાજકોટ સહીત 84 ગામોમાં ચાર દિવસ પીવાનું પાણી બંધ

હડાળા સેક્શનમાં રીપેરીંગ કામને કારણે ભરશિયાળે પાણી કાપ ઝીકાયો : ભારે હોબાળો

રાજકોટ : રાજકોટ સહીત આસપાસના 84 ગામોમાં આવતીકાલથી ચાર દિવસ પીવાનું પાણી બંધ રહેશે જેના કારણે જબરો હોબાળો મચી ગયો છે. રાજકોટ મ્યુનિ,કોર્પોરેશન દ્વારા હડાળા સેક્શનમાં રીપેરીંગ કામ કારનું હોવાને કારણે આ પાણીકાપ મુકાયો છે. 

કાલે 16 જાન્યુઆરીથી ચાર દિવસ સુધી કોઠારીયા,વોર્ડ ન,18,તિરુપતિનગર,વાવડી,વોર્ડ ન,12ના શક્તિનગર,રસુલપરા,ગૌતમબુદ્ધ વિસ્તારમાં પીવાનું પાણી નહિ મળે. આ ઉપરાંત હડાળા સેક્શનમાંથી પાણી વિતરિત કરાતા 84 ગામોમાં પાણી નહિ મળે. એક સાથે ચાર દિવસ પાણીકાપથી જબરો હોબાળો મચી ગયો છે અને બેડા યુદ્ધ થવાની શક્યતા જોવાઈ રહી છે.

(12:53 am IST)
  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:48 am IST

  • અમેરિકાના કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઑફ ફાયર એન્ડ ફોરેસ્ટ્રી પ્રોટેક્શનના જણાવ્યા મુજબ કેલિફોર્નિયાના મોન્ટેસીટોમાં મંગળવારે થયેલ ભયંકર ભૂસ્ખલનના પરિણામે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે અને ચાર લોકો હજુ પણ લાપતા છે. access_time 12:25 am IST

  • લીંબડી - બગોદરા નેશનલ હાઇવે પર રળોલ ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો. બંધ ઉભા ટ્રક પાછળ ઇક્કો ગાડી તેમજ અન્ય એક હ્યુન્ડાઇ કાર ધુસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 2 વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને 4 વ્યક્તિ ને ગંભીર ઇજા થઇ છે. આ અકસ્માતની જાણ થતાજ 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. access_time 9:35 pm IST