Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

થોરાળા વિજયનગરમાં ભનુ પરમારના ઘરમાં ક્રાઇમ બ્રાંચનો જૂગારનો દરોડોઃ ૭ પકડાયા

રાજકોટઃ થોરાળના વિજયનગર-૮માં બાલમંદિર પાછળ રહેતાં ભનુ હરિભાઇ પરમાર (ઉ.૪૫)એ ઘરમાં જૂગારધામ શરૂ કર્યાની બાતી મળતાં પી.એસ.આઇ. એચ. બી. ધાંધલ્યા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, પદુભા, જીજ્ઞેશભાઇ સહિતની ટીમે દરોડો પાડી ભનુ પરમાર, રફિક યાસીનભાઇ શેખ, ભરત જીવાભાઇ રાઠોડ, સમદ હબીબભાઇ થઇમ, અરવિંદ ભગવાનજીભાઇ સોલંકી, રમેશ પુંજાભાઇ વિંજુડા અને યોગેશ કમાભાઇ પરમારને પકડી લઇ રૂ.. ૨૭૮૦૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

(10:31 am IST)