Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ગાંધીગ્રામ પીઆઇ વાળાના પુત્ર લક્ષદીપસિંહ વાળાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

કાઠીયાવાડ બાલાશ્રમના ૧૭૦ બાળકો સાથે કેક કાપી તેમને ભાવતા ભોજન કરાવ્યા

રાજકોટ તા. ૧૩ : આજના યુગમાં ખાસ કરીને ટીનેજર્સ અને યુવાઓ પોતાના બર્થડેની ભારે શોરબકોરથી ઉજવણી કરતાં હોય છે. પરંતુ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેકટર તરીકેનો ચાર્જ સંભાળનાર નવનિયુકત પીઆઇ ખુમાનસિંહ એ. વાળાના ધોરણ ૯માં અભ્યાસ કરતા પુત્ર લક્ષદીપસિંહ વાળાના જન્મ દિવસની ગઇકાલે ૧૨મીએ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

               લક્ષદીપસિંહ વાળાના જન્મદિવસમાં ડીજે, ડાન્સ પાર્ટી કે ફેમેલી ફંકશન ગોઠવીને નહિ પરંતુ ગોંડલ રોડ ઉપર આવેલ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ખાતે રહેતા અનાથ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. લક્ષદીપસિંહે માતા-પિતાને સાથે રાખીને ૧૭૦ અનાથ બાળકો વચ્ચે રહીને કેક કાપી તેઓના મોં મીઠા કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.  આ તમામ બાળકોને જન્મદિવસ નિમિતે ભાવતા ભોજનીયા જમાડયા હતા. આમ વાળા પરિવારે સમાજને પ્રેરણા મળે તેવા ઉમદા હેતુસર લાડકવાયા દીકરાના જન્મદિવસની ઉજવણી અનાથ બાળકો સાથે કરી સેવાનો અભીગમ અપનાવ્યો હતો.

(7:58 pm IST)