Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

વોર્ડ નં. ૪ માં તીરૂપતી સોસાયટી અને અમૃત પાર્કમાં ડામર કામનું ખાત મુહુર્ત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર

રાજકોટઃ વોર્ડ નં. ૪ માં ડામર કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ હતું. જેમાં તીરૂપતી સોસાયટી અને અમૃત પાર્કમાં મોરબી રોડ ઉપર લોકોની સુવિધા માટે ડામર રોડનું કામનું ખાત મુહુર્ત કરેલ હતું તે વખતની તસ્વીર. આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂત, કોર્પોરેટરો સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, કોંગ્રેસ આગેવાનો વોર્ડ પ્રમુખ કલ્પેશભાઇ પીપડીયા, ઠાકરશીભાઇ ગજેરા, અનીલભાઇ જાદવ, રામભાઇ આહીર, હરેશભાઇ પરમાર, જીતભાઇ વાઘેલા, ભાવેશ લીંબાસીયા, સંદીપ મહેતા, શૈલેષ મહેતા, કોરાડીયાભાઇ, શૈલેશ ચોવટીયા, મુકેશભાઇ મુંગરા, આસીતભાઇ લીંબાસીયા, પ્રકાશભાઇ સપાટીયા, સંદીપભાઇ પટોલીયા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(3:46 pm IST)