Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રૂડાના ર૪ ગામોમાં ઘરે-ઘરે પીવાના પાણી પહોંચાડવાનું ટેન્ડર ફાઇનલઃ ૧૧ મહિનામાં કામ પુરૃં કરાશે

આવતા મહિને વધુ ર૦ ગામોને આવરી લેવાશેઃ ટીપી-૧૦ ફાઇનલ થતા પ્લોટના કબજા લેવાનું શરૂ

રાજકોટ તા. ૧૩: રૂડાના-પર-ગામોમાં ઘરે-ઘરે પીવાના પાણીની ૪૦૦ કરોડની યોજનામાં પ્રથમ તબકકામાં ૧ર૦ કરોડ ફાઇનલ થયા છે, જેના ટેન્ડરો બહાર પડયા હતા.

રૂડાના અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે, પ્રથમ તબકકે ૧ર૦ કરોડના ખર્ચે ર૪ ગામો આવરી લેવાશે, જે માટે કલાસીક નેટવર્ક અને હૈદ્રાબાદની રામકી એન્ટરપ્રાઇઝના ટેન્ડર ફાઇનલ થઇ રહ્યા છે, આ બંને સાથે ચેરમેને સાંજે મીટીંગ યોજી છે, જેમાં તમામ બાબતો ફાઇનલ કરી લેવાશે.

ટેન્ડર ફાઇનલ થયા બાદ ૧૧ મહિનામાં ઘરે-ઘરે ર૪ ગામોમાં પાણી પહોંચતું કરવાની કામગીરી પૂર્ણ કરી લેવાશે, અને જાન્યુઆરીમાં વધુ ર૦ ગામોને ઘર-ઘરે પાણી પહોંચાડવા અંગેની પ્રક્રિયા હાથ ધરાશે.

દરમિયાન રૂડાની ટીપી-૧૦ કે જે કોસ્મોપ્લેકસ પાછળ આવે છે તે ફાઇનલ થતા આ વિસ્તારોમાં કોમન પ્લોટ-રસ્તા વિગેરેના કબજા લેવાનું રૂડાના અધીકારીઓએ શરૂ કર્યું છે.

(3:43 pm IST)