Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

''ઇન્ડસ્ટ્રીયલ સેફટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ'' વિષય પર કે.એસ.પી.સી. દ્વારા ર૦ મીએ સેમીનાર

રાજકોટ તા. ૧૩ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ રાજકોટ અને ડાયરેકટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-અમદાવાદ (ડીસ) ના સંયુકત ઉપક્રમે તા. ૨૦ ના હેમુ ગઢવી હોલ ખાતેવિવિધ ઔદ્યોગિક એકમોની જાણકારી અર્થે 'ઇન્ડસ્ટ્રીઅલ સેફટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ' વિષય પર રાજય કક્ષાના સેમીનારનું આયોજન કરાયુ છે. જેમાં ૧૦૦૦ થી વધુ ડેલીગેટસ ભાગ લેશે. કેએસપીસીના પ્રમુખ હસમુખભાઇ દવેના પ્રમુખ સ્થાને યોજાયેલ આ સેમીનારમાં કી-નોટ સ્પીકર તરીકે સાધુશ્રી અપૂર્વમુની સ્વામી ઉપસ્થિત રહી પ્રાંસંગીક છણાવટ કરશે. સેમીનારનું ઉદ્દઘાટન શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોરના હસ્તે થશે. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય અને ઉર્જા પેટ્રોલિયમ વિભાગના પૂર્વ રાજય મંત્રી ગોવિંદભાઇ પટેલ તેમજ શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રમ નિયામક સી. જે. પટેલ ઉપસ્થિત રહેશે. રસ ધરાવતાઓએ નામ રજીસ્ટ્રેશન અને વધુ માહીતી માટે કેએસપીસી કાર્યાલય ૬-રજપુતપરા ખાતે રૂબરૂ અથવા મો.૭૨૨૮૯ ૧૦૧૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:33 pm IST)