Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મોરબીના લીલાપર રોડ ઉપર થયેલ ખુનના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

રાજકોટ તા.૧૨: મોરબીના લીલાપર રોડ ઉપર થયેલ ખુનના ગુન્હામાં પકડાયેલ આરોપીઓ જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

મોરબીમાં રહેતા જયદીપ જીલુભાઇ ગોગરાએ તેના સગાભાઇ જયરાજ જીલુભા ગોગરાની પાઇપ,છરી જેવા ધાતકી હથીયારોથી માર મારી મોત નીપજાવવાની ફરીયાદ તા.૧૪-૧૦-૧૮ના રોજ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જેમાં આરોપી તરીકે હરપાલસિંહ નિરૂભા જાડેજા, દીલીપસિંહ કીરતસિંહ જાડેજા, હરદેવસિંહ રેવતુભા જાડેજા, દીપકસિંહ ખોડુભા વાઘેલા, મહીપાલસિંહ ઉર્ફે ભાણું ઘનશ્યામસિંહ જાડેજા, પલ્લવ ઉર્ફે પલ્લવ હર્ષદરાય રાવલના નામ આપેલ હતા જેમાં તેઓએ આક્ષેપો કરેલા કે તેના ભાઇ જયરાજભાઇ જીલુભાઇ ગોગરા બંને સાથે લીલાપર રોડ ઉપર કવાર્ટરની ગરીબ જોવા ગયેલ હતા ત્યારે તા.૧૩-૧૦-૧૮ના રાત્રીના ૧૦ વાગ્યાના સમયે રીક્ષા લઇને નીકળેલ હતા અને ત્યાં તેઓની રીક્ષાની લાઇટ ચાલુ હતી તેથી ઉપરોકત આરોપીઓએ તેઓને ગરબી પાસે ઉભા રાખેલ અને તમામ આરોપીઓએ એકસંપ કરી રીવોલ્વર, પાઇપ, લાકડી અને છરી જેવા હથીયારોથી બંને ઉપર ટુટી પડેલ હતા જેમાં ફરીયાદી જયદીપભાઇ તથા તેઓના ભાઇ જયરાજભાઇને ગંભીર ઇજાઓ થયેલ હતી આ બનાવ દરમ્યાન તેનાભાઇ જીગર ઉર્ફે જીગો ગોગરા પણ ત્યાં આવી ગયેલ હતો અને તેને પણ અસહય માર મારવામાં આવેલ હતો. તે દરમ્યાન પોલીસની પી.સી.આર.વાન પણ આવી જતા ફરીયાદી જયદીપ તથા જયરાજભાઇને મોરબી સીવીલ હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ હતા જયાં જયરાજભાઇને ગંભીર ઇજાઓ હોવાથી પ્રથમ વોકહાર્ડ હોસ્પીટલ રાજકોટ અને ત્યારબાદ સીવીલ હોસ્પિટલ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવામાં આવેલ હતા અને ત્યાં બીજા દીવસે રાત્રીના જયરાજભાઇનું અવસાન થતા આ ગુન્હો ખુનના ગુન્હામાં પરીણમ્યો હતો.

આ બનાવમાં મોરબી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને પોલીસે ઉપરોકત તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા અને પોલીસ તપાસ પુર્ણ થતા છ એ આરોપી વિરૂધ્ધના કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું.

આ બનાવમાં મુખ્ય આરોપી મહીપાલસિંહ ઉર્ફે ભાણું ઘનશ્યામસિંહ જાડેજાએ જામીન અરજી કરેલ હતી.

ગુજરાત હાઇકોર્ટે પોલીસ તપાસના કાગળો અને બચાવપક્ષની રજુઆતો ધ્યાને લઇ આરોપી મહીપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને રૂ.૧૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં બચાવપક્ષે આશીષભાઇ ડગલી, ભગીરથસિંહ ડોડીયા, જીતેન્દ્રસિંહ જાડેજા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:29 pm IST)