Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

હત્યાની કોશિષના ગુનામાં ચાર્જશીટ બાદની આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા.૧૨: અત્રે  સહકાર મેઇન રોડ પરના હત્યાની કોશીશના બનાવમાં હિતેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલાને સર્ફરાઝ ઉર્ફે સફુડો તેમજ તેના ત્રણ મિત્રો દ્વારા છરી તથા ધોકકા વતી પ્રાણ ધાતક ઇજાઓ કરી હુમલો કરેલ જેમાં ત્રણ આરોપીઓ દ્વારા જામીન મુકત  થવા જામીન અરજી કરેલ જે મંજુર થતા અને તપાસ પૂર્ણ થતા મુજબ આરોપી અરજદાર સર્ફરાઝ ઉર્ફે સફુડો ઇકબાલ ના જામીન રાજકોટના એડી.સેસન્સ જજ શ્રી કે.ડી.દવેએ રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે ચાર માસ પહેલા તા.૨૭-૮-૧૯ના રોજ સહકાર મેઇન રોડ, વડલાવાળા ચોકમાં રહેતા હિતેન્દ્ર ઝાલાને આગલા દિવસે મોટર સાયકલ અથડાવા બાબતે બોલાચાલી થયેલ ત્યારે આરોપી અરજદારે જંગલેશ્વર વાલો હોવાનું જણાવી ઉધત વર્તન કરી જતા રહેલા તેનો ખાર રાખી બુલેટ તથા એકસેસ મોટર સાયકલ લઇ સર્ફરાજ ઉર્ફે સફુડો તથા તેની સાથે તેના ત્રણ મિત્રો આવેલ અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને દિવ્યરાજ વચ્ચે પડેલ પરંતુ સર્ફરાજ ઉર્ફે સફુડા એ તથા તેના સાથેના તેના મિત્રએ છરી વતી જમણી બાજુ પડખામાં તબા ડાબા પગે ઇજાઓ કરેલ અને અન્ય દ્વારા ધોક્કા વતી ઇજાઓ કરેલ હતી જેમાં ઇજા પામનારની કિડની કઢાવી નાખવાની મધુરમ હોસ્પીટલના ડોકટર દ્વારા ફરજ પડેલ જેથી બનેલ ગંભીર બનાવ અન્વયે દાખલ  થયેલ ગુન્હા અન્વયે ભોગ બનનાર વતી ફરીયાદી તરફે જયેન્દ્ર એચ.ગોંડલીયા મારફત વિરોધ વાંધો લેતા જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.

ઇજા પામનાર હિતેન્દ્રસિંહ ઝાલા વતી સરકાર તરફે એ.જી.પી.શ્રી તરૂણભાઇ માથુર તથા ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા તથા હિરેન ડી.લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, મૌલીક ગોધાણી, સીરાકમુદીન સેરસીયા, કરણ ડી.કારીયા (ગઢવી), પિયુષ કોરીગા તથા ક્રિશ્નાબેન પીઠડીયા, કાજલબેન જી.ખસમાણી તથા ખુશી જી.ચોટલીયા વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:28 pm IST)