Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ચેક રિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા અને રૂ.૫૦ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ  : ધીનેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ગુના સબબ આરોપીને અદાલતે તકસીરવાન ઠરાવી ૧-વર્ષની સજા ફરમાવી હતી.

આ બનાવની વિગત હકિકત એવી છે કે રાજકોટના એડી. ચીફ.જયુડી. મેજીસ્ટ્રેટ એન.એચ. વસવેલીયાની કોર્ટમાં (સ્પે.નેગોશીએબલ  ઇન્સ્ટ્રુમેન્ટ એકટ) કોર્ટમાં ફોજદારી કેસ  આરોપી  હિતેષભારથી હેમુભારથી ગોૈસ્વામી ઉપર પરેશ ઉર્ફે પુર્ણેન્દુ ધીરજલાલ લોઢીયાએ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસ આરોપી સામે ચાલી જતાં ફરીયાદી વતી ધારાશાસ્ત્રી તરીકે શ્રી જે.કે. ગોસાઇ દ્વારા ફરીયાદી તરફથી રજુ કરવામાં આવેલા પુરાવા તથા જરૂરી દસ્તાવેજો કોર્ટમાં રેકોર્ડ પર રજુ કરેલ તે પુરાવાને ધ્યાને લઇ કોર્ટે ફરીયાદીના પુરાવા ગ્રાહય રાખ્યા તેમજ ફરીયાદ પક્ષે રજુઆતો તથા દલીલો સાંભળી  કોટ ર્ે ફરીયાદીને  આરોપીએ રૂા૩,૫૦,૦૦૦/- દિવસ-૬૦ માં ચુકવી આપવા તથા ૧-વર્ષની સજાનો હુકમ કરેલ, જો આરોપી વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ છ માસની  સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કામમાં પરેશ ઉર્ફે પુણેન્દુ ધીરજલાલ લોઢીયા વતી એડવોકેટ શ્રી જે.કે. ગોસાઇ રોકાયેલ હતા.

(3:28 pm IST)