Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નિકાસકારોની MEIS સ્કિમ હેઠળ સ્થગીત કરાયેલ રકમ અરજી કરવાથી ટૂંક સમયમાં પરત મળી જશે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સફળ રજુઆત

રાજકોટ, તા. ૧૩ : ભારત સરકારશ્રીની MEIS યોજના કે જે DGFT હસ્તક અમલીકૃત થઇ રહેલ છે તે અંતર્ગત નિકાસકારોને અલગ અલગ કેટેગરી મુજબ ર થી પ% સુધીની વિશેષ પ્રોત્સાહનરૂપે રકમ આપવાપાત્ર થાય છે. પરંતુ સરકારશ્રી તરફથી ૧લી ઓગષ્ટ ર૦૧૯થી કોઇપણ પ્રકારની પૂર્વ જાણકારી કે માહિતી વગર આ MEIS  સ્કિમ હેઠળ મળવાપાત્ર થતી પ્રોત્સાહક રકમ સ્થગીત કરી દેવામાં આવેલ હતી. આ રકમ ભવિષ્યમાં મળશે જ તેવી ધારણા અને અપેક્ષા સાથે અનેક નિકાસકારોએ અતિ સ્પર્ધાત્મક ભાવો આપેલ હતા. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના નિકાસકારોની આશરે રૂ. ૪પ૦ કરોડ જેવી માતબાર રકમ અટકી પડેલ હોય નિકાસકારોના હિતને ધ્યાને લઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સચોટ અને ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ. જે અનુસંધાને ભારત સરકારશ્રીના વાણિજય અને ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેર પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને નિકાસકારોને  MEIS સ્કિમ હેઠળ મળવાપાત્ર પ્રોત્સાહક રકમ અરજી કરવાથી ટૂંક સમયમાં મળી જશે, તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:26 pm IST)