Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ડી-માર્ટનો અમેરિકન આલ્મંડ (બદામ)નો નમૂનો નાપાસઃ રાત્રિબજારમાં પણ ચેકીંગ

મ્યુ. કોર્પોરેશને સરકારી લેબોરેટરીમાં તપાસ કરાવતાં નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેરઃ ૧ર સ્થળેથી આઇસ્ક્રીમ, ખાદ્યતેલ, મીઠાઇના નમૂના લેવાયાઃ રાત્રી બજારની રેંકડીઓમાંથી ૪૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયોઃ ફુડ ઇન્સ્પેકટરો દ્વારા ચેકીંગ ઝૂબેશ

રાજકોટ તા. ૧૪ :.. મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે ડી-માર્ટ (ગોંડલ રોડ) માંથી લીધેલો અમેરિકન આલ્મંડ (બદામ) નો નમૂનો નાપાસ જાહેર થતાં હવે આ બાબતે ઉત્પાદક અને વિક્રેતા સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ કાર્યવાહી થશે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, ફુડ ઇન્સ્પેકટરોએ એવન્યુ સુપર માર્ટ લી.નાં ગોંડલ રોડ ખાતે આવેલ ડી-માર્ટ માંથી, અમેરિકન આલ્મંડનો નમૂનો લઇ ગુજરાત સરકારની ફુડ લેબોરેટરીમાં મોકલી આપેલ જયાં નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થતાં નાપાસ જાહેર  કરાયો છે. હવે આ બબતે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ફુડ ઇન્સ્પેકટરોની ટીમે ગઇકાલે રાત્રે પેડક રોડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રોડ, અમીન માર્ગ છેડે, સાધુ વાસવાણી રોડ, ૧પ૦ રીંગ રોડ, રૈયા રોડ, વિસ્તારમાાં આવેલ રેંકડીઓમાં રાત્રી રાઉન્ડ દરમ્યાન ૪ર રેંકડીમાં ચકાસણી, ૪૦ કિ. ગ્રા. બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજનો નાશ કરી અને ખાણીપીણીનાં રેંકડી ધારકોને જરૂરી સુચના તથા નોટીસ આપેલ હતી.

આ ઉપરાંત ૧ર સ્થળોએથી વિવિધ ખાદ્ય-ચીજોનાં નમૂનાઓ ફુડ ઇન્સ્પેકટરોએ લીધા હતાં. જેમાં (૧) ચણાનો મૈસુબ (પ્રિપેર્ડ, લુઝ) યશ સ્વીટ માર્ટ, ખીજડાવાળો રોડ, (ર) યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લુઝ) ભોલા નમકીન, ભાવનગર રોડ, (૩) યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લુઝ), જય ભુતનાથ ગૃહ ઉદ્યોગ એન્ડ નમકીન (૪) યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લુઝ) શ્યામ ગૃહ ઉદ્યોગ, પંડીત ઉમાકાન્ત ઉદ્યોગનગર (પ) યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લુઝ)  વિમલ નમકીન, પંડીત ઉમાકાન્ત ઉદ્યોગનગર (૬)  યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લુઝ) રસિકભાઇ ચેવડાવાળા, જૂનો મોરબી રોડ, (૭)  યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લુઝ) ગોરધનભાઇ ગોવિંદજી ચેવડાવાળા, કુવાડવા રોડ, (૮)  યુઝડ ફ્રાઇંગ ઓઇલ (લુઝ) જોકર ગાંઠીયા રથ, ગોંડલ રોડ, (૯) વેનિલા મીલક શેઇક (પ લી. પેકડ),  સંતુષ્ટિ શેઇકસ એન્ડ મોર, ડો. યાજ્ઞિક રોડ, (૧૦) બોર્ન બોર્ન મિલ્ક શેઇડ (લુઝ) સંતુષ્ટિ શેઇકસ એન્ડ મોર, ડો. યાજ્ઞિક રોડ, (૧૧) કાજુ અંજીર થીક શેઇક (લુઝ) સંતુષ્ટિ શેઇકસ એન્ડ મોર, આકાશવાણી ચોક, (૧ર) બેલજીયમ ચોકલેટ આઇસ્ક્રીમ (પ લી. પેડક), સંતુષ્ટિ શેઇકસ એન્ડ મોર, કાલાવડ રોડ, વગેરે સ્થળેથી નમૂનાઓ લેવાયા હતાં. જેને સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં.

(3:19 pm IST)