Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ન્યારામાં શ્રી રણછોડદાસજી બાપુની થયેલ પુનિત પધરામણીનો કાલે શતાબ્દી મહોત્સવ ઉજવાશે

શ્રી હરિચરણદાસજી મહારાજની ઉપસ્થિતીમાં કાલે સાંજે પોથીયાત્રાઃ દૈવી ભાગવત કથામાં શ્રી આસ્તિક મહારાજ મધૂર વાણી વહાવશેઃ દરરોજ ધર્મમય કાર્યક્રમ

રાજકોટ તા.૧૩: પૂજ્ય ગુરુદેવશ્રી રણછોડદાસજી મહારાજશ્રીના એકસો વર્ષ પૂર્વે ન્યારામાં થયેલ પૂનિત પગલાથી પવિત્ર થયેલ ધરતી ન્યારા નિવાસીઓ પૂ. ગુરૂદેવશ્રીનુ રૂણ ચુકવવા હરખઘેલા થઇ તન-મન-ધનથી શતાબ્દી મહોત્સવ ઉજવવા થનગની રહ્યા છે.  ગામના બહેનોએ ભજન ગાતાગાતા આનંદપૂર્વક છાણથી લીપીઘુટીને કથા સ્થળને સાવ ચોકખુ અને પવિત્રમય વાતાવરણ યુકત બનાવેલ છે.

રામયજ્ઞ વખતે ન્યારામાં સુરજ તેમજ ચંદ્દરાના  ધોળા દિવસે દર્શન કરાવેલ તેવા પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજની હાજરી સાધુ સંતોનો મેળાવડો અને પ્રખર રામાયણી ચિત્રકુટ નિવાસી શ્રી શ્યામસુંદરજી મહારાજ સંગીતમય શૈલી દ્વારા રામાયણના સમુહપાઠ અને વિદ્યવાન તેમજ  વિખ્યાત ભાગવતાચાર્ય શ્રીઆસ્તિક મહારાજ દ્વારા દેવી  ભાગવત કથા તેમની મીઠીમધુર વાણીથી શ્રોતાઓ ડોલી ઉઠશે. દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે સત્યનારાયણ  ભગવાનની કથા- રામનામ કે હીરે મોતી થી ગુજરાતભરમાં પ્રખ્યાત થયેલ ટીવી.કલાકાર  શ્રી અશોકભાઇ ભાયાણીના ભજનનો કાર્યક્રમ  શ્રી નાથજીની  ઝાંખી (પનઘટ ગૃપ) કસંબલ ડાયરો, રાસોત્સવ , સુંદરકાંડના પાઠ(નડીયાદ ગૃપ) રાંદલ માતાજીના લોટા જેવા વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

કાલે તા.૧૪ શનિવારેના રોજ સાંજે ૪ કલાકે શ્રી ૧૦૦૮શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીની ઉપસ્થિતીમાં પોથીયાત્રા અબીલ-ગુલાલ તેમજ ફુલોની છોળ વચ્ચે ન્યારા ગામથી શરૂ ગામમાં ફરી કથા સ્થળે પહોચશે.

પૂ. ગુરૂદેવશ્રીને અતિપ્રિય મહાપ્રસાદનું દરરોજ બપોરે અને સાંજે આયોજન કરેલ છે. તેમજ સીટી બસની વ્યવસ્થા પણ રાખેલ છે. ગુરૂભાઇઓ - બહેનોએ આ ભકિત સભર કાર્યક્રમમાં દરરોજ ઉપસ્થિત રહેવા કથા શ્રવણનો - દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લેવા શ્રી સદગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ આપને હદય પૂર્વક નિમંત્રણ આપે છે.

(1:15 pm IST)