Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કાલાવડ રોડ પર છેડતી મામલે ત્રણેય આરોપીઓએ કહ્યું અમે છેડતી કરી જ નથી : ખોટી ફરિયાદ કરીને બદનામ કરાયા : આવેદન આપ્યું

પોલીસને ગેરમાર્ગે દોરીને પોલીસનો કિંમતી સમય બરબાદ કરવા બાબતે ફરિયાદ દાખલ કરવા માંગ

રાજકોટ : તાજેતરમાં શહેરના કાલાવડ રોડ પર મોડીરાત્રે છોકરીઓની છેડતી કરવા મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટ ના કે.કે.વી હોલ પાસે છોકરીની છેડતીના મામલે ત્રણેય આરોપીએ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને આવેદન પત્ર આપ્યું છે

            આ આવેદનપત્રમાં ત્રણેય આરોપીઓએ કીધું કે છોકરી ની છેડતી અમે કરીજ નથી,છોકરી દ્વારા ખોટી ફરિયાદ કરી આરોપીઓને બદનામ કરવામાં આવેલ અને રાજકોટ શહેર પોલીસને ગેરમાર્ગે દોડાવા તથા પોલીસનો કિંમતી ટાઈમ ખોટી રીતે બરબાદ કરવા બાબતે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી આવેદન પત્ર પાઠવેલહતું 

(11:13 pm IST)