Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

શાપર વેરાવળના પોલીસકર્મીની રિવોલ્વરની લૂંટ :ત્રણ શખ્શો છરીને અણીએ લૂંટ કરી ફરાર

શીતળા મંદિર પાસેપોલીસકર્મી બકુલભાઈની રિવોલ્વરની લૂંટ થતા નાકાબંધી

રાજકોટ નજીકના કોટડા સાંગાણીના શાપર વેરાવળ પોલીસના બકુલભાઇ માધવજીભાઇ નામના પોલીસકર્મીની રિવોલ્વરની લૂંટ ચલાવાઇ છે જાણવા મળ્યા મુજબ શાપર નજીક શીતળા મંદિર પાસે અજાણ્યા ત્રણ શખ્સોએ છરીની અણિએ આ લૂંટને અંજામ આપતા રાજકોટ ગ્રામ્ય પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા શખ્સોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(10:11 pm IST)