Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વિદ્યાર્થી - વાલીઓ લૂંટાઈ રહ્યા છે : ફી કમીટીને ઢંઢોળતું શહેર કોંગ્રેસ : ઉગ્ર રજૂઆત - ચિમકી

બે અઠવાડીયામાં સ્પષ્ટ ફીનું માળખુ જાહેર ન થાય તો ઉગ્ર આંદોલન

રાજકોટ, તા. ૧૩ : ફી નિર્ધારણ સમિતિની અણધણ નીતિને કારણે લાખો વિદ્યાર્થી અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે વાલીમંડળે ઉગ્ર દેખાવો કર્યા બાદ આજે રાજકોટ શહેર કોંગ્રેસે ફી કમીટી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

રાજય સરકાર દ્વારા ૨૦૧૭ ફી વિધયક પસાર કર્યા બાદ કમીટીની રચના કરવામાં આવી છે. ઝડપથી સ્કુલોની ફી જાહેર કરી પણ એફઆરસી કમીટીની ઢીલી નીતિના કારણે બે વર્ષ વીતી ગયા પણ સ્કુલોની ફી જાહેર કરવામાં આવી નથી અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલોને છાવરે છે. થોડા દિવસો પહેલા માત્ર રાજકોટમાં ૩૪ સ્કુલોની ફી જાહેર કરી એ પણ સ્પષ્ટ નહિં કારણ કે કંઈ સ્કુલોની કેટલી ફી? જાહેર નથી ધોરણ વાઈઝ પણ ગોળ - ગોળ ફી પરત કરવાની જાહેર થઈ હોય તેવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્ર ઝોનની આશરે ૫૦૦૦ જેટલી શાળાઓનો સમાવેશ થાય છે. એમાંથી કેટલી શાળાઓની ફી જાહેર કરેલ. જે સ્કુલોની ફી નક્કી થઈ ગઈ હોય એ ફી કયા ધોરણે નક્કી થઈ ગઈ છે. તેની વિગત જાહેર કરવા કોંગ્રેસે માંગણી કરી છે.

શહેર/ જીલ્લાભરની ખાનગી શાળાઓનું મંજૂર થયેલું ફીનું માળખુ તાત્કાલીક જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થી અને વાલીઓને ખૂબ જ અનુ કૂળતા થાય અને સહેલાયથી ફી ભરી શકાય તેમજ વિદ્યાર્થી અને વાલીઓ તથા શાળાના સંચાલકો વચ્ચે થતો સંઘર્ષને નિવારી શકાય કોંગ્રેસ વતી બે અઠવાડીયાનો સમય આપી નહિંતર બધી શાળાની ફી જાહેર કરવામાં આવે. કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ થશે.

કાર્યક્રમમાં ડો. રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, નીતિન ભંડેરી, હરપાલસિંહ જાડેજા, ઋતુરાજસિંહ રાણા, નીલુ સોલંકી, બોની પટેલ, કિશન ચાવડા, ઋતુરાજસિંહ જાડેજા, રવિ જીતીયા, હરવિજયસિંહ વાળા, વિશુભા જાડેજા, પાર્થ કારેલીયા વગેરે કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(4:22 pm IST)