Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાજકોટમાં ઠંડીની શરૂઆત : ૧૩.૩ ડિગ્રી

એક જ દિવસમાં પારો ૩ ડિગ્રી સરકી ગયો : કાલે વધુ એકાદ ડિગ્રી ઘટાડો થશે : દક્ષિણ ભારત ઉપરની સિસ્ટમ્સ ગુજરાતને અસરકર્તા નથી

રાજકોટ, તા. ૧૩ : સૌરાષ્ટ્ર - સહિત ગુજરાતભરમાં ઠંડીનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે. હાલમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દરમિયાન આજથી ઠંડીનો અનુભવ થાય છે.

રાજકોટ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન ૧૩.૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. ગઈકાલે ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયેલ. આમ એક જ દિવસમાં ત્રણ ડીગ્રીનો ઘટાડો નોંધાયો છે. ૧૦ કિ.મી.ની ગતિએ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ કહે છે આવતીકાલે લઘુતમ તાપમાનમાં વધુ એકાદ ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. ઉત્તરના પવન ફૂંકાશે. ભેજનું પ્રમાણ ઘટશે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં હવાનું હળવું દબાણ સર્જાયુ છે. જેની અસરથી દક્ષિણના આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુમાં વરસાદ પડશે. ગુજરાતમાં સિસ્ટમ્સની અસરકર્તા નથી. વાદળો બનશે તા.૧૫-૧૬ ઠંડીમાં આંશિક ઘટાડો સંભવ છે.

(4:03 pm IST)