Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

શેફ અમી ગણાત્રા દ્વારા સોમવારે 'રસોઇની રાણી' મેગા કુકીંગ સ્પર્ધા

રાજકોટઃ તા.૧૩, વિવિધ વાનગીઓ ખાવાના શોખીનો તો બધા જ હોય છે પણ તેને સ્વાદિષ્ટ વાનગી પીરસવી તે પણ એક કલા છે. ગુજરાતમાં એકમાત્ર રસોઇ સ્ટુડીયો ધરાવતા અને  પદ્મશ્રી સંજીવ કપુરના વિદ્યાર્થીની તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હોટલમાં શેફનો બહોળો અનુભવ ધરાવતા શેફ ઇરા રસોઇ સ્ટુડીયોના અમી ગણાત્રા દ્વારા રાજકોટના કુકીંગના શોખીનો માટે આગામી તા.૧૭ને સોમવારે બપોરે ૩ થી ૫ અક્ષર માર્ગ ખાતે રસોઇ સ્ટુડીયોમાં 'રસોઇની રાણી' મેગા કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેક, શિયાળુ વાનગી, જૈન ગરમ નાસ્તો કે ફરસાણ આ ત્રણમાંથી કોઇપણ એક વાનગી સ્પર્ધકે ઘરેથી બનાવીને આવવાની રહેશે. ત્રણેય વાનગીમાંથી બે-બે વિજેતા જાહેર કરાશે અને ઇનામ અપાશે. સાથો સાથ જે કોઇ સ્પર્ધામાં ભાગ લેશે તે દરેકને ભેટ અપાશે. સ્પર્ધામાં ભાગ લેનાર વિનામુલ્યે અલગ-અલગ પ્રકારની પ્રિમિકસ  વાનગી બનાવતા શીખવવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૧૪ને શુક્રવાર સુધીમાં નામ નોંધણી અને ફોર્મ મેળવવા ૮૫૧૧૧૫૪૬૫૧ પર  સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)