Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મ્યુ. કોર્પોરેશનના કોન્ટ્રાકટર શ્રી ક્રિષ્ના કન્સ્ટ્રકશનને ૩ વર્ષ માટે રદ્દ કરતા મ્યુ. કમિશ્નર

વોર્ડ નં. ૪ના રસ્તા કામ માટે ૧૪ ટકા ઓછા ભાવ મંજુર થયેલ : સમયમર્યાદામાં સિકયોરીટી ડિપોઝીટ ન ભરતા બંછાનિધી પાનીનો હુકમ

રાજકોટ તા. ૧૩ : શહેરના વોર્ડ નં. ૪ માં ટી.પી. સ્ક્રીમ નં. ૧૨,૧૩,૧૫ અને ૩૧ ના ટી.પી. રસ્તાનું મેટલીંગ કરવાના કામે L-1 કોન્ટ્રાકટર શ્રી ક્રિષ્ના કન્સ્ટ્રકશનના ૧૪.૦૦% ઓછા ભાવ મંજુર કરવામાં આવેલ જે તા.૨૮ ઓગસ્ટથી  મંજુરી આપવામાં આવેલ હતી. જે અંતર્ગત સીકયોરીટી ડીપોઝીટની રકમ જમા કરાવી ધોરણસર કરારનામું કરી જવા કોન્ટ્રાકટર શ્રી ક્રિષ્ના કન્સ્ટ્રકશનને પત્રથી અંતિમ નોટીસ પાઠવેલ હતી. પરતું નિયત સમયમર્યાદામાં કોઈ પ્રત્યુત્તર આપવામાં કે કરારનામું કરવામાં ન આવતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ એજન્સીને ડીસ્કોલીફાય કરેલ છે.

ઉપરોકત તમામ વિગતે કોન્ટ્રાકટર શ્રી ક્રિષ્ના કન્સ્ટ્રકશન દ્વારા કામનું નિયત મુદતમાં કરારનામું કરવામાં આવેલ ન હોઈ ટેન્ડરની શરતો અને સમજુતીના પાલનનું તેઓશ્રીએ ભરપાઈ કરેલ અર્નેસ્ટમની ડીપોઝીટની રકમ રૂ. ૧,૬૨,૦૦૦ જપ્ત કરી શ્રી ક્રિષ્ના કન્સ્ટ્રકશનને રાજકોટ મહાનગરપાલિકાના તમામ કામો માટે આગામી ૩ વર્ષ માટે ડીસકવોલીફાય કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ હુકમ કર્યો હતો.

(3:54 pm IST)