Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાજકોટના વધુ ૪ તાલુકા અછતગ્રસ્ત જાહેર

પડધરી, ધોરાજી, ઉપલેટા અને જેતપુર અછતગ્રસ્ત જાહેર થતા પશુપાલકોને રાહતઃ વિંછીયા અને જસદણમાં ૩ ઘાસ ડેપો શરૂ થશે

રાજકોટ, તા., ૧૩: આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજયના અનેક જીલ્લા અને તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી રાજય સરકારે વિવિધ સહાય અને રાહતોની યોજના અમલી બનાવી છે ત્યારે રાજકોટમા પણ અગાઉ જસદણ અને વિંછીયાને અછતગ્રસ્ત તાલુકા જાહેર કરાયેલ અને હવે આજે વધુ ૪ તાલુકાઓને અછતગ્રસ્ત જાહરકરવામાં આવતા આ તાલુકાઓમાં પુશપાલકોમાં રાહત ની લાગણી ફેલાઇ છે.

આ અંગે કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, આજે રાજય સરકારે રાજકોટ જીલ્લાના પડધરી , ધોરાજી, ઉપલેટા અને  જેેતપુર આ ચારેય તાલુકાઓને અછત ગ્રસ્ત જાહેર કર્યા છે. આમ હવે આ તાલુકાઓને પણ સરકારી સહાયનો લાભ મળશે.

દરમિયાન અગાઉ અછતગ્રસત જાહેર થયેલ વિંછીયા અને જસદણ તાલુકામાં ૩  ઘાસ ડેપો શરૂ કરવામાં આવનાર છે આ બંંન્ને  તાલુકાના મળી કુલ રપ૦૦ પશુઓનો નિભાવ આ ઘાસ ડેપો દ્વારા થશે.

(3:54 pm IST)