Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પરાબજારમાં ટ્રાફિકને અડચણરૂપ લારી રાખવાની ના પાડતાં આરીફને છરી ઝીંકાઇ

ઘાયલ થયેલો પઠાણ યુવાન અને હુમલાખોર હારૂન બંને ફ્રુટના ધંધાર્થી

રાજકોટ તા.૧૩: બજરંગવાડી-૧૨માં વારીસ મંજીલ ખાતે રહેતાં અને પરાબજારમાં વિજ્યા બેંક પાસે ફ્રુટની લારી રાખી ધંધો કરતાં આરીફ મહેબુબભાઇ પઠાણ (ઉ.૩૫) નામના યુવાનને સાંજે સાતેક વાગ્યે પોતાની લારીએ હતો ત્યારે બીજા ફ્રુટના ધંધાર્થી હારૂને ઝઘડો કરી છરીથી હુમલો કરી ડાબા હાથે તથા પેટ અને છાતીના ભાગે ઇજા કરતાં તેમજ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

આરીફની ફરિયાદ પરથી એ-ડિવીઝનના પીએસઆઇ વી.એમ. ડોડીયાએ ગુનો નોંધી હુમલાખોર હારૂનની શોધખોળ હાથ ધરી છે. આરીફના કહેવા મુજબ હારૂન ટ્રાફિકને અડચણ થાય એ રીતે પોતાની ફ્રુટની લારી રાખીને ઉભો હોઇ તેને સાઇડમાં લારી લેવાનું કહેતાં ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળાગાળો કરી માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતાં. પોલીસે તેને ઝડપી લેવા દોડધામ આદરી છે. હુમલાખોર મુળ જામનગર તરફનો છે અને પંદરેક દિવસથી જ અહિ રેંકડી રાખવાનું ચાલુ કર્યુ છે.

(3:37 pm IST)