Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

અક્ષરમ્ અહં પુરૂષોતમ દાસોસ્મિ : ૩૫ યુવાનોએ દીક્ષા લીધી

અમેરીકાના ૭ કેનેડાના ૧ સહિત ઉચ્ચ અભ્યાસ કરેલ યુવાનોએ દીક્ષા મંત્ર ગ્રહણ કરી ભાગવતી દિક્ષા મેળવી : આજે સાંજે સાંઈરામ દવે અને સુખદેવભાઈ ધામેલીયા હાસ્યરસ પીરસશે : કાલે બીએપીએસ મંદિરે દ્વિદશાબ્દી મહોત્સવ પાટોત્સવવિધિ અને મહાભિષેક વિધિ : પૂ. મહંતસ્વામીના હસ્તે નૂતન નિલકંઠવર્ણી મંડપનું ઉદ્દઘાટન

રાજકોટ, તા. ૧૩ : પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ  અંતર્ગત પ્રમુખસ્વામી મંડપમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ ભાવિક-ભકતોને કીર્તન-ભકિતથી રસબોળ કર્યા. સંતોના સુમધુર કંઠે ગવાયેલ ભકિતપદો સાંભળી હરિભકતો કીર્તન-ભકિતમય બન્યાં હતા.

દરમિયાન આજે ગુરુવારે સવારે ૫:૩૦ કલાકે સ્વામિનારાયણ નગર સ્થિત પ્રમુખસ્વામી મંડપમમાં પૂ.મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો. આજનો દિવસ રાજકોટ સત્સંગ માટે ખરેખર ભાગ્યવંત અને પુણ્યવંત રહ્યો. ૨૦ વર્ષ પૂર્વે ઈ.સ. ૧૯૯૮માં આ જ રાજકોટની ધરા પર પૂ.પ્રમુખસ્વામી મહારાજ ૭૮મો જન્મજયંતી મહોત્સવ અને રાજકોટ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે સંત દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં અનેક નવયુવાનોએ પૂ.પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.

એ જ ઈતિહાસ આજે પુનઃ દોહરાયો. સુપ્રભાતે ૭:૩૦ કલાકે શ્નપ્રમુખસ્વામી મંડપમલૃમાં શ્નભાગવતી દીક્ષા સમારોહલૃની વેદોકત વિધિથી શરૂઆત થઈ  . આ દીક્ષા સમારોહમાં કુલ ૩૫ નવયુવાનો પૂ મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અક્ષરમ્ અહં પુરુષોત્ત્।મ દાસોસ્મિ દીક્ષા મંત્ર ગ્રહણ કરી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી હતી.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ બે પ્રકારે દીક્ષા ગ્રહણ કરે છે. ગૃહસ્થ હરિભકતો વર્તમાન વિધિ દ્વારા શરણાગતિ પ્રાપ્ત કરે છે અને ત્યાગાશ્રમના પંથે પ્રયાણ કરવા ઈચ્છુક મુમુક્ષુઓએ સૌ પ્રથમ સારંગપુર ખાતે ચાલી રહેલા સંત-તાલીમ કેન્દ્રમાં ત્રણ વર્ષ  સાધક તરીકે અભ્યાસ કરી અને  ત્યારબાદ પાર્ષદી દીક્ષા અને અંતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સંતત્વ પ્રાપ્ત કરે છે.

આજે ભાગવતી દીક્ષા સમારોહમાં દીક્ષા ગ્રહણ કરેલ નવયુવાનોમાં પરદેશના (અમરિકાના ૭ અને કેનેડાના ૧) ૮ યુવાનો, MBA, M.E. અને પોસ્ટ ગ્રેજયુએટ થયેલ ૭ યુવાનો, ગ્રેજયુએટ થયેલા ૯ યુવાનો, ફીઝીયોથેરાપીસ્ટ, નર્સિંગ અને એન્જીનીયરીંગ કરેલાં એમ કુલ ૩૫ સુશિક્ષિત અને સુચરિત નવયુવાનોએ  દીક્ષા પ્રાપ્ત કરી હતી.

આજના સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય અને સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના મહંત  પૂ.આનંદસ્વરૂપ સ્વામી પ્રેરક વકતવ્યનો લાભ આપશે. ત્યારબાદ ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યકલાકારો શ્રી સાંઈરામભાઈ દવે અને શ્રી સુખદેવભાઈ ધામેલિયા હાસ્યકળા દ્વારા ઉપસ્થિત ભાવિક-ભકતોને હાસ્યરસમાં તરબોળ કરશે.

આવતીકાલે સવારે  કાલાવડ રોડ પર આવેલા રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ  મંદિરે  દ્વીદશાબ્દી મહોત્સવ પાટોત્સવવિધિ તથા ઉતમોતમ મહાભિષેકવિધિ યોજાશે અને નૂતન નીલકંઠવર્ણીમંડપમનું ઉદઘાટન પરમ પૂજય મહંતસ્વામી મહારાજના હસ્તે થશે.

રાજકોટનું વિશિષ્ટ માનવ ઉત્કર્ષ કેન્દ્ર BAPS સ્વામિનારાયણ મંદિર

યુગોથી ભારતની ધરતી પર મંદિર સમાજનું કેન્દ્રબિંદુ રહ્યું છે. મંદિર ધરતીનો એક એવો ભાગ છે જયાં ધરતીની તમામ સીમાઓ વિલીન થઈ જાય છે. મંદિરમાં સૌ એક એવી ભૂમિકા ઉપર એકત્રિત થાય છે જયાં તમામ ભેદભાવો ઓગળી જાય છે. બધા વચ્ચે જોડતી કડી બનીને મંદિર સૌને એકબીજાના ઉત્કર્ષ માટે પ્રેરણા આપે છે. એટલે જ મંદિર બને છે એક વિશિષ્ટ માનવ ઉત્કર્ષ કેન્દ્ર.

ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી મંદિર પરંપરા અનુસાર જ તેમના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ૨૦ વર્ષ પહેલા રાજકોટના મુખ્ય માર્ગ કાલાવડ રોડ પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને પધરાવીને આપણા રાજકોટને એક ઉત્કૃષ્ઠ ભેટ આપી છે, જે ખૂબ જ વૈવિધ્યસભર છે.

આપણી સર્વશ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિનું વિશ્વને એક મૌલિક પ્રદાન છેૅં મંદિર. જીવનની શુષ્કતાને ખંખેરીને જીવનને રસસભર કરતું મંદિર. સૂકી ભઠ્ઠ અને નિર્જીવ વેરાન જિંદગીમાં સજીવ સૌંદર્ય બક્ષતી એ અમૂલ્ય જડીબુટ્ટી છે. તેથી જ કોઈપણ યુગના માણસ માટે મંદિર અનિવાર્ય રહેશે.

વિરાટ માનવ સમુદાયને પોતાના ખોળે સમાવીને પાંચ મુખ્ય ભૂમિકા બજાવે છે આ માનવ ઉત્કર્ષ કેન્દ્ર સમુ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર. જેમાં આધ્યાત્મિક ઉત્કર્ષ, નૈતિક ઉત્કર્ષ, સામાજિક ઉત્કર્ષ, શૈક્ષણિક ઉત્કર્ષ અને સાંસ્કૃતિક ઉત્કર્ષ.

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ કહે છે : આજે ભૌતિકવાદ ખૂબ વધ્યો છે. પૈસા પાછળની દોટ ને લીધે ન કરવાનું ઘણું કામ થાય છે. પૈસા ના સાચા ઉપયોગની ખબર નથી. કારણ કે મૂળ સંસ્કાર ભૂલાયા છે. આપણા અસલ સંસ્કાર સાચવવાના છે. ભગવાન અસલ છે. એ સાચવવાના પ્રયત્નો આજે નથી આત્માને જાણીશું તો અહં નહીં રહે અને પરમાત્મા નો ભાવ થશે. તેનાથી જ શાંતિ થશે. એ ભાવ મંદિરોથી દ્રઢ થાય છે. મંદિરોથી આધ્યાત્મિક સંપતિ દ્રઢ થાય છે.

આ આધ્યાત્મિક કેન્દ્ર સમા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થયે આવતીકાલે તારીખ ૧૪ ડીસેમ્બરે દ્વીદશાબ્દી મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાવા જઈ રહ્યો છે. જેમાં સમગ્ર રાજકોટને પધારવા કોઠારી પૂજય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજય અપૂર્વમુનિ સ્વામી ભાવભર્યુ નિમંત્રણ છે.

રાજકોટ બી.એ.પી.એસ. મંદિરની વૈવિધ્યસભર વિશેષતા

- ૨૦૫ ફૂટ લાંબુ, ૧૩૫ ફૂટ પહોળું અને ૭૮ ફૂટ ઊંચું, ભવ્ય અલંકૃત મંદિર.

- ૨૭,૨૭૦ ચો.ફૂટ મંદિર નો વિસ્તાર.

- ૫૮,૦૦૦ ઘનફૂટ પથ્થર નો વપરાશ.

- ૫૦૦ સ્થપતિ અને શિલ્પીઓની ૫૦ લાખ કલાકોની કૌશલ્યપૂર્ણ કામગીરી.

- ૫૩૦૦ ટન ગુલાબી પથ્થર સહિત ૧૬,૫૦૦ ટન પથ્થર નિર્મિત મંદિર.

- રૂપકામ યુકત ૫ વિશાળ શિખરો.

- મુખ્ય મંડપમાં ૮૦ કલાત્મક સ્તંભ.

- ૧૦૮ સ્તંભપંકિતથી શોભિત રંગમંડપ.

- ૨૫૦થી વધુ દેવ-દેવી તથા ભકતોની પ્રતિમા તથા સૌથી વધારે નાજુક તોરણો, કમાનો, ઝરૂખા, ગવાક્ષો વગેરેથી દિવ્યતા વેરતું વાસ્તુશાસ્ત્ર પર આધારિત અદભુત મંદિર.

(3:35 pm IST)