Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

યુવા મહિલાઓ માટે સ્વાસ્થ્ય કેમ્પ

 ફેમીલી પ્લાનિંગ એસોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા સરદાર મહિલા ઉત્કર્ષ કેન્દ્ર સરદાર ભવન રણછોડનગર મેઇન રોડ ખાતે યુવા મહિલાઓ માટે સ્પેશ્યલ જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય માટે નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. ૪ર યુવા મહિલાઓએ ઉત્સાહપૂર્વક કેમ્પનો લાભ લીધો હતો. એફપીએ આઇ રાજકોટના બ્રાંચ એકજીકયુટીવ કમીટીના યુવા પ્રતિનિધિ રોનક ધ્રુવે તમામનું શાબ્દિક સ્વાગત કરેલ. એફ પી એઆઇ રાજકોટ બ્રાંચના પ્રોગ્રામ ઓફિસર મહેશભાઇ રાઠોડે બહેનોને જાતીય અને પરજનન સ્વાસ્થ્યની માહિતી આપી હતી. જેમાં સંતનિનિયમ, ગર્ભપાત, એન્ટીનેટલ કેર, પોસ્ટનેટલ કેર, સંસર્ગજન્ય ચેપો, રીલેશનશીપ, નિસંતાપણું, લેંગિક ભેદભાવ એચઆઇવી/એઇડ્સ, જાતીય અધિકારો વગેરેની માહિતી આપી હતી. કુ.માનસી દુધાત્રા અને કુ.ઉર્વી વેકરીયાએ રજીસ્ટ્રેશન સેવા સંભાળી હતી. તપાસ અને દવા વિતરણ કાર્ય મેડીકલ ઓફીસર ડો. વિરલબેન રામના નેતૃત્વ હેઠળ શિલ્પાબેન નિમાવત અને સોનલબેન દેવાચાર્યએ સંભાળ્યું હતું.

(3:34 pm IST)