Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાજકોટમાં બેટીઓના જન્મ દરમાં ચોંકાવનારો ઘટાડો

શહેરમાં એક વર્ષમાં કુલ ૩૧ હજાર બાળકોનો જન્મઃ ર૦૧૭ માં ૧પ૪૬૬ છોકરીઓનો જન્મ અને આ વર્ષે ૧૪૩૬૧ કન્યાઓ જન્મી

રાજકોટ તા. ૧ર :.. શહેરમાં એક વર્ષમાં કુલ ૩૧ હજાર બાળકોનો જન્મ થયાનું મ્યુ. કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગમાં નોંધાયો છે. જેમાં વર્ષ ર૦૧૭ માં ૧પ૪૬૬ છોકરીઓનો જન્મ થયો હતો. જેની સામે વર્ષ ર૦૧૮ એટલે કે ચાલુ સાલે ૧૪૩૬૧ છોકરીઓનો જન્મ થયો છે. આમ ૧ વર્ષમાં ૧૧૦પ છોકરીઓના જન્મ દરમાં ઘટાડો થયો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગમાં વર્ષ ર૦૧૭ માં ૧૭૬૬૭ છોકરાઓ ત્થા ૧પ૪૬૬ સહિત કુલ ૩૩૧૪ર બાળકોનો જન્મ થયાનું નોંધાયું હતું.

જયારે વર્ષ ર૦૧૮ માં જાન્યુઆરીથી ડીસે. (આજ દિન સુધી) માં ૧૬૬૪પ છોકરાઓ તથા ૧૪૩૬૧ છોકરીઓ સહિત કુલ ૩૧૦૧૧ બાળકોનો જન્મ થયાનું તંત્રમાં ચોપડે નોંધાયું છે.

આમ ગત વર્ષ કરતા ચાલુ સાલે શહેરમાં ૧૧૦પ છોકરીઓના જન્મ દરમાં ઘટાડો થયો જોવા મળ્યો હતો.

(5:31 pm IST)