Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

આજી-૩-ભાદર-ફોફળ-મોજ-વેણુ સહિતના ડેમ વિસ્‍તારમાં જાહેરનામું: પાણી ઉપાડવાની મનાઇ

અધિક કલેકટર દ્વારા કાર્યવાહીઃ ૬૦ દિવસ માટે રોક લગાવાઇ...

રાજકોટ તા.૧૨: રાજકોટ સિંચાઇ વિભાગ હેઠળના રાજકોટ જિલ્લાના આજી-૩ સિંચાઇ યોજના(પડધરી તાલુકા), ભાદર-૧ સિંચાઇ યોજના(જેતપુર તાલુકા), ફોફળ-૧ સિંચાઇ યોજના (ધોરાજી તાલુકા), મોજ સિંચાઇ યોજના(ઉપલેટા તાલુકા) અને વેણુ-ર સિંચાઇ યોજના (ઉપલેટા તાલુકા) જળાશયમાંથી કેનાલો/ પાઇપલાઇનોમાંથી સિંચાઇ-પીવાના પાણીનો અનઅધિકૃત ઉપાડ-પાણીચોરી- પાણીબગાડ બંધ કરવા જાહેરનામું બહાર પાડવા વિનંતી કરાઇ હતી.

આથી, પી.બી.પંડયા (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ, રાજકોટ, સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) (એમ) થી મળેલ સત્તાની રૂએ આજથી તા. ૧૧-૨-૨૦૧૯ સુધી રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના આજી-૩ સિંચાઇ યોજના, ભાદર-૧ સિંચાઇ યોજના, ફોફળ-૧ સિંચાઇ યોજના, મોજ સિંચાઇ યોજના, વેણુ-ર સિંચાઇ યોજના વિસ્‍તારને પ્રતિબંધિત વિસ્‍તાર તરીકે જાહેર કરવાનો હુકમ કરૂ છું.

આ હુકમ અન્‍વયે ઉકત પ્રતિબંધિત વિસ્‍તાર કે કેનાલ વિસ્‍તારમાં કોઇ વ્‍યકિત પ્રવેશ કરી પાણી ચોરી કરી શકશે નહી. ઓઇલ એન્‍જીન, ઇલે.મોટર, બનકળી કે કોઇપણ પ્રકારના હસ્‍ત સંચાલિત કે યાંત્રિક મશીનથી ડેમમાં રહેલ પાણીનો જથ્‍થો અનઅધિકૃત રીતે ઉપાડી શકશે નહીં,ખેંચી શકશે નહીં કે અનય કોઇપણ રીતે ઉપાડ કરી શકશે નહીં. તેમજ પીવાના પાણી વિતરણની વ્‍યવસ્‍થા ખોરવાઇ જાય તેવું કૃત્‍ય કરી શકશે નહીં.

(5:01 pm IST)