Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

કાલે વિશ્વ ડાયાબિટીઝ ડે : રોટરી મિડટાઉન અને જુવેનાઇલ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શક સેમીનાર

રાજકોટ તા. ૧૩ : કાલે વિશ્વ ડાયાબિટીઝ દિવસની ઉજવણી રાજકોટમાં બાળકો માટેના પિડીયાટ્રીક એન્ડોક્રાઇન કિલનિક- એન્ડોકેર ફોર કિડઝ દ્વારા વિશિષ્ઠ રીતે કરવામાં આવશે. બાળકોમાં વધતા જતા આ રોગને કાબૂમાં કેવી રીતે રાખવો એ વિષય પર ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

એન્ડોકેર ફોર કિડઝના પિડીયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. ઝલક શાહ ઉપાધ્યાયએ જણાવ્યા મુજબ કાલે ૧૪ નવેમ્બર વિશ્વ ડાયાબિટીઝ દિવસ નિમિતે રવિવારે સવારે ૧૧ વાગ્યે  ડીપીએમસી રોટરી મિડટાઉન ડાયાબિટીઝ સેન્ટર, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, સુભાષ નગર ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

જુવેનાઇલ ડાયાબિટીઝ ફાઉન્ડેશન-રાજકોટ અને રોટરી કલબ મિડ ટાઉન -રાજકોટના સહયોગથી આયોજીત આ સેમિનારનો ઉદ્દેશ બાળકોમાં થતા ડાયાબિટીઝ વિષે જાગૃતિ ફેલાવવવવાનો છે. બાળકના કુટુંબ અને તેના માતાપિતા અસરગ્રસ્તને કેવી રીતે મદદ કરીને ટેકો આપી શકે અને બાળકને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે તેનું મેનેજમેન્ટ શીખવાનો, બાળકની કાળજી રાખવાનો અને ભવિષ્યમાં રોગ વકરે નહીં તે માટે શું ધ્યાનમાંરાખવું જોઇએ તે અંગે ખૂબ મહત્વનું માર્ગદર્શન મળી રહેશે.

સેમિનારમાં પિડીયાટ્રીક એન્ડ એડોલેસન્ટ એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. ઝલક શાહ ઉપાધ્યાય માર્ગદર્શન આપશે. એમની સાથે  ઝલક વઘાસિયા કે જેઓ ડાયેટીશીન અને કિલનીકલ ન્યૂટ્રીશનિસ્ટ ઉપરાંત ડાયાબિટીઝ એજયુકેટર છે તેઓ જોડાશે. આયુર્વેદાચાર્ય અને યોગા એકસપર્ટ ડો. ગૌરાંગ વ્યાસ અને જુવેનાઇલ ડાયાબિટીઝ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમખ અપુલ દોશી માર્ગદર્શન આપશે.

કાર્યક્રમ દરમિયાન બાળકો માટે મેજીક શો અને બાળકોને ભેટ વિતરણનો કાર્યક્રમ પણ રખાયો છે.

કાર્યક્રમ જે સ્થળે યોજાયો છે તે 'લલિતાલય ડાયાબિટીઝ પ્રિવેન્શન એન્ડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર' શહેરના મધ્યમાં, એરપોર્ટ રોડ, પેટ્રિઆ સુઈટસ પાસે આકાર પામ્યું છે.   ડાયાબટીસના નિષ્ણાંત ડોકટરોની ટીમ જેમાં એન્ડોક્રાઇનોલોજીસ્ટ, ડાયાબેટોલોજિસ્ટ, કાર્ડીઓલોજીસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ ની ટીમ લોકો માટે ખડે પગે કાર્યરત હોય છે, જયાં  લેબોરેટરી, ડાયાબિટીઝ રિસ્ક એસેસર, એકસ-રે મશીન, સોનોગ્રાફી, ECG,  ઇકોકાર્ડીયોગ્રામ અને અન્ય સ્પેશ્યલ સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ સેન્ટર લોકોને પરવડે તેવા દરે સેવા આપે છે.

(4:14 pm IST)