Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સિઝન્સ સ્કવેર ટ્રસ્ટ, મનુભાઈ વોરા ટ્રસ્ટ દ્વારા

ઓપન સૌરાષ્ટ્ર કચ્છ મેગા કરાઓકે નિઃશુલ્ક સ્પર્ધાઃ તા.૪-૫ ડિસે.ના ઓડિશન રાઉન્ડ

રાજકોટ,તા.૧૩: કરાઓકે ટ્રેકના સંગીત પર ગાવાનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે. કોરોના લોકડાઉનમાં અનેક લોકોએ આ ટેકનોલોજીને સરળતાથી અપનાવીને ગાયનના શોખ પૂરાં કર્યા છે. એ કારણે હવે ઘેર ઘેર ગાયન ગાનારાઓની સંખ્યા વધી છે. આવા લોકોમાંથી કેટલાક પ્રોફેશ્નલ આર્ટીસ્ટ જેટલું સારૃં ગાવા લાગ્યા છે. તો કેટલાક શીખી રહ્યા છે. આ તમામ વર્ગને સ્ટેજ મળે તે માટે રાજકોટમાં સતત પાંચમી વખત સીઝન્સ સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટ અને મનુભાઈ વોરા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ફૂલછાબના સહયોગથી ઓપન સૌરાષ્ટ્ર- કચ્છ કરાઓકે સ્પર્ધાનું આયોજન ડિસેમ્બર મહિના દરમિયાન કરવામાં આવ્યું છે.

ઓપન સૌરાષ્ટ્ર- કચ્છ કરાઓકે સ્પર્ધાનો પહેલો કે ઓડિશન રાઉન્ડ આગામી તા.૪ અને ૫ ડિસેમ્બરના સિઝન્સ સ્કવેર  મોલના એકોસ્ટીક હોલમાં, ગણેશ મંદિર, અમીન માર્ગ ખાતે યોજવામાં આવશે. સ્પર્ધા નિઃશુલ્ક છે માટે સ્પર્ધકે કોઈ ફી ચૂકવવાની નથી. સ્પર્ધા માટેના ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૨૭ છે.

સ્પર્ધા ઓડિશન, સેમીફાઈનલ અને ફાઈનલ એમ ત્રણ રાઉન્ડમાં યોજવામાં આવશે. સ્પર્ધામાં ૮ થી ૧૮ વર્ષ, ૧૮ વર્ષથી ૬૦ વર્ષ તથા ૬૦ વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. સ્પર્ધા કરાઓકે ટ્રેક આધારિત છે એટલે સંગીતના સાધનો સાથે ગાવાની છૂટ અપાશે નહીં. સ્પર્ધકોએ કરાઓકે ટ્રેકનો જ ઉપયોગ કરવાનો રહેશે. વધુ વિગતો માટે મો.૯૬૩૮૪ ૦૧૬૮૧ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં બિમલ ત્રિવેદી, મુનીષ જે. ગુસાણી,  દિપકભાઈ કકકડ અને નિલયભાઈ ઉપાધ્યાય નજરે પડે છે.

(3:25 pm IST)