Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ફિલ્મી ગીતો માણવાના શોખિનો માટે અદભુત કાર્યક્રમ

સ્માઇલ પરિવાર રાજકોટના ઉપક્રમે કાલે મણીયાર હોલમાં 'લાઇવ મ્યુઝિકલ ઇવનિંગ'

રાજકોટના કલાકારો પોતાના અવાજનો જાદુ પાથરશેઃ નગરજનોને હાર્દિક નિમંત્રણ

રાજકોટ, તા.૧૩: સ્માઇલ પરિવાર રાજકોટ દ્વારા આવતીકાલે સાંજે ૮ કલાકે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે 'લાઇવ મ્યુઝીકલ ઇવનિંગ' નું આયોજન કરવામાં આવ્યું છે.

બોલીવુડના જુના અને નવા ગીતોની, કલાકારો રમઝટ બોલાવશે. સુનિલ શાહ, એચ-કે લિયા, નૈષદ દોશી, ડો.અતુલ જોષી, મદન નિરંકારી, જીગીશા રાવલ, ઇલા દોશી, જીગ્ના નંદાણી પોતાના સુમધુર અવાજના કામણ પાથરી શ્રોતાઓનું મન મોહી લેશે.

આ મ્યુઝીકલ ઇવનિંગમાં સોનકા કવાર્ટઝના જયેશભાઇ શાહ, જેએમજે ગ્રુપના મયુરધ્વજ સિંહ જાડેજા, રાજકોટ જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ - જૈન વિઝનના મિલન કોઠારી માનવંતા મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનું સંચાલન સ્મિતા વ્યાસ કરશે. સ્માઇલ પરિવારે આ કાર્યક્રમ માણવા સંગીતપ્રેમીઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

(12:04 pm IST)