Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

મવડીના મંજુલાબેન પટેલની રપ કરોડની જમીન પચાવી પાડવા કારસો : ફરીયાદ

પ્રવિણ પરમાર, સંજય, સુરેશ, મનોજ અને અનવરે બોગસ કુલમુખત્યાર બનાવ્યાની પોલીસ કમિશનર સમક્ષ રજુઆત

રાજકોટ તા ૧૩  : શહેરના મવડીમાં આવેલ પટેલ શેરીમાંં રહેતા પટેલ મહીલાની મવડી ગામમાં આવેલી વડીલોપાર્જીત ૨૫ કરોડની જમીનનું બોગસ કુલ મુખત્યારનામુ બનાવી લેતા પાંચ શખ્સો વિરૃધ્ધ મહીલાએ પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરી છે.

મળતી વિગત મુજબ મવડી, પટેલ શેરી શંકર મંદિરની બાજુમાં રહેતા મંજુલાબેન પરસોતમભાઇ સોરઠીયાએ પોરલીસ કમિશનરને કરેલી અરજીમાં પ્રવિણ અમરશીભાઇ પરમાર, (રહે.યુનિવર્સિટી રોડ, શાંતી નિકેતન સોસાયટી), સંજય, સુરેશ (રહે. મવડી મેઇન રોડ, જીથરીયા હનુમાનજી મઁદીરની બાજુમાં), મનોજ મરછાભાઇ ગમારા (રહે. અલ્કા સોસાયટીની બાજુમાં આસોપાલવ સોસાયટી શેરી નં.૧) અને અનવર કાસમભાઇ સુમરા ના નામ આપ્યા છે.

મંજુલાબેન સોરઠીયાએ અરજીમાં જણાવ્યું છે કે, પોતે પરિવાર સાથે રહે છે અને ખેતીકામ  કરીએ છીએ મારા પરિવારમાં પતિ પરશોતમભાઇ રવજીભાઇ  સોરઠીયા તથા પુત્રો મહેન્દ્ર અને ભરત છે. બંને પુત્રો અપરણીત છે, પોતાના પતિની વડીલોપાર્જીત મિલ્કત કે જે મવડી ગામ રેવન્યુ સર્વે નં. ૩૦૭ ની સાડા છ એકરની જમીન વારસાઇથી આવેલી હતી. આ મિલ્કત પતિ તેમજ તેના ભાઇ બાબુભાઇ રવજીભાઇ સોરઠીયા તથા ધીરૃભાઇ રવજીભાઇ સોરઠીયાની સંયુકત માલીકીની આવેલી છે. આ જમીનમાં ૩૩ ટકા હિસ્સો મારા પતિનો છે. આ મિલ્કતની કિંમત આશરે ૨૫ કરોડ જેટલી થાય છે. ઉપરોકત શખ્સોએ મારા પતિની આ વારસાઇ હકક વાળી મિલ્કત ઓળવી જવાના બદઇરાદે  મારા પતિ કે જેઓ માનસીક રીતે અસ્થીર છે અને આ પાંચેય શખ્સોએ બંન્ને પુત્ર સાથે દગો અને વિશ્વાસઘાત કરી મારા પતિ અને પુત્રો પાસેથી આ મિલ્કતનો વેચાણ દરસ્તાવેજ પ્રવિણ પરમારે પોતાના નામે કરાવી લઇ જમીન કોૈભાંડ આચરેલ છે. આ વ્યકિતઓએ મારા બંને પુત્રોને છોકરી જોવા જવુ છે તેવી લાલચ આપી પુત્ર ભરતને કોઇ ઓફીસે લઇ જઇ પતિ જે માનસીક અસ્થીર હોઇ તેના અંગુઠાનું નિશાન લઇ પુત્ર ભરતના નામનું બોગસ કુલમુખત્યારનામુ બનાવડાવી લીધુ હતું બાદ તા. ૨૨/૭ ના રોજ પતિને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા, ત્યાંથી જયુબેલી શાકમાર્કેટ પાસે બેંક ખાતે લઇ જઇ પતિ અને પુત્રના નામનું સેવીંગ એકાઉન્ટ ખોલાવી આપેલું અને બેંકે જ અમુક કાગળોમાં આ પાંચેય વ્યકિતઓએ સહિઓ કરાવી લીધી હતી અને તા.૨૪/૭ રોજ પુત્ર ભરતની સહી કરાવી વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આ પાંચેય વ્યકિતઓએ આ મિલ્કતનું તા.૩૦/૧ ના રોજ રજી. સાટાખત છોકરી જોવાના બહાને કરાવી લીધું હતું. આ પાંચેય એ અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી બોગસ ડોકયુમેુંટ બનાવી મિલ્કત ઓળવી ગયાનો આક્ષેપ કર્યો છે.

(4:09 pm IST)
  • કરોડોના દાણચોરીના સોનાના જથ્થા સાથે પશ્ચિમ બંગાળમાંથી બે શખ્શોની ડીઆઈઆરએ ધરપકડ કરી access_time 9:03 pm IST

  • મોડીરાત્રે રાજકોટના રાજનગર ચોકમાં બબાલ: દારૂ સાથે બે નામચીન શખ્શોએ આતંક મચાવ્યો: છરી સાથે દુકાનો અને હોસ્પિટલ બંધ કરાવી : ક્રાઇમ બ્રાન્ચ અને માલવિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:12 am IST

  • એનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST