Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વિસાવદરના વેપારી વિરૂધ્ધ ચેક રિટર્ન થતાં આરોપીને કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા ૧૩ :  વિસાવદરના પ્રખ્યાત વેપારી વિરૂધ્ધ રૂા ૫,૦૦,૦૦૦/- ના ચેક રિટર્ન અંગેની ફોજદારી ફરિયાદ કોર્ટમાં થતાં આરોપીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ફોજદારી કોર્ટે કાઢેલ છે.

રાજકોટમાં લક્ષ્મીવાડી શેરી નં.૪/૧૨ કોર્નર ''જાની કુંજ'' માં રહેતા જીતેન્દ્રકુમાર કાંતિલાલ યાજ્ઞીકની પાસેથી સંબંધની રૂએ તથા જુના મિત્રો હોવાના નાતે ઓળખાણ હોવાથી તે નાતે ઓળખાણ અને સબંધની રૂએ હરેશભાઇ પી. મહેતા, મુરલીધર પ્લોટ શેરી નં.-ર, રેલ્વે સ્ટેશન સામે વિસાવદર, જી. જુનાગઢને તાત્કાલીક રૂા પ,૦૦,૦૦૦/- ની જરૂર પડતા, ફરિયાદી હિતેન્દ્રભાઇ યાજ્ઞીકે માત્ર સબંધ તથા મિત્રતાના કારણે  ચેક રૂા ૨,૫૦,૦૦૦/ તથા રૂા ૨,૫૦,૦૦૦/- તા. ૧૪/૦૮/૨૦૧૭ ના રોજ આરોપી હરેશભાઇ પી. મહેતા જોગ લખી આપેલ, જે બેંક દ્વારા આરોપીને મળી ગયેલ અને તે સમયે આરોપીએ ફરિયાદી જોગ પ્રોમીસરી નોટ પણ લખી આપેલ.

ફરિયાદીએ  સદરહુ બન્ને ચેક સ્વીકારેલ અને તેમની બેંક એસ.બી.આઇ., ગુંદાવાડી રાજકોટ શાખામાં રજુ રાખતા, બેલેન્સના અભાવે બન્ને ચેક રીટર્ન થયેલા, જેથી કાયદા તથા નિયમ મુજબ સમય મર્યાદામાં એડવોકેટ શ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા રજી.એ.ડી. પોસ્ટથી ડીમાન્ડ નોટીસ આપેલ.

આ નોટીસ બજી જવા છતાં પણ આરોપીએ રકમ ચુકવેલ ન હોય કે જવાબ પણ આપેલ ન હોય જેથી છેવટે રાજકોટની ફોજદારી અદાલતમાં ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રિટર્ન થવા સબબની સ્પે. કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ છે. હકીકત તથા કાયદેસરના લેણા સબબ તથા સમય મર્યાદા અંગે તમામ હકીકતો ધ્યાને લઇ કોર્ટે ફોજદારી કેસ રજીસ્ટરે લીધેલ છે, અને આરોપીને હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરી પોલીસ દ્વારા બજવણી વાસ્તે મોકલવા અંગેનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરિયાદી જીતેન્દ્રકુમાર કાંતિલાલ યાજ્ઞીક તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.

(3:56 pm IST)
  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • એનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST

  • ઝારખંડ વિકાસ મોરચાએ 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : યૌન ઉત્પીડનના આરોપમાં ઘેરાયેલ ધારાસભ્ય પ્રદીપ યાદવને આપી ટિકિટ : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળા મહાગઠબંધનથી અલગ થયેલ ઝારખંડ વિકાસ મોરચાએ બીજી યાદી જાહેર કરી દીધી access_time 1:09 am IST