Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રાજકોટના ૬ ખેલાડીઓએ કરાટેમાં બ્લેક બેલ્ટ

રાજકોટઃ તાજેતરમાં સોમનાથ ખાતે સેન્સેઈ પ્રવિણ ચૌહાણ ગુજરાત વાડો- કાઈ કરાટે ડો એસો.દ્વારા સ્ટેટ કરાટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી આશરે ૧૨૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૨૩ ખેલાડીઓએ બ્લેક બેલ્ટ ડીગ્રીની પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટના ૬ વિદ્યાર્થીઓ ડોડીયા સોહમ હિતેશભાઈ, મકવાણા અમીશા, ડોડીયા ધ્રુવરાજ રૂપેશભાઈ, વૈદ્ય ધ્રુવિન, ઉંટવાડીયા રાજદીપ ભુપતભાઈ, કાછડીયા પાર્થ આ તમામને પ્લાનેટ કરાટે કલાસીસના કરાટે કોચ સચિન ચૌહાણ તાલીમ આપી રહ્યા છે.

(3:51 pm IST)