Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રાજકોટનાં ૪ વિદ્યાર્થીઓને બ્લેકબેલ્ટ

રાજકોટઃ સોમનાથ (પ્રભાસ પાટણ) ખાતે વાડોકાઈ કરાટે ડો.એસોસીએશન દ્વારા કરાટે બ્લેક બેસ્ટ તાલીમ તેમજ એકસામ કેમ્પનું આયોજન પ્રવીણ આર. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતુ. જેમાં ગુજરાતમાં અલગ અલગ જીલ્લાઓમાંથી ૧૦૦ જેટલા કરાટે તાલીમ આર્થીઓએ તાલીમ લીધી હતી. ૨૭ તાલીમાર્થીઓએ કરાટે બ્લેક બેલ્ટની પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટની નિર્ભાયા એકેડમીના ૪ વિદ્યાર્થીઓએ છેલ્લા ૫ વર્ષની કરાટેની તાલીમ (પ્રેકટીસ) બાદ કરાટે પરીક્ષા આપી કરાટેમાં બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરેલ છે. આ બાળકો કરાટેની તાલીમ કરાટે કોચ નીલમ ચાવડા તેમજ રણજીત ચૌહાણ પાસેથી તાલીમ લઈ રહ્યા છે. બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ (૧) ખંઢારે રોહન રાજેશભાઈ, (૨) કુવાડ સુભમ રજનિકભાઈ, (૩) જોશી જયદીપ ભાવેશભાઈ, (૪) રેણપરા હર્ષ મિલનભાઈ.

(3:50 pm IST)