Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રાજકોટના વિશાલ પરમારને 'બેસ્ટ યંગેસ્ટ આઇકોનિક' એવોર્ડ

રાજકોટ : તાજેતરમાં હોટલ બેંગ્લોર ખાતે આંતરરાષ્ટ્રીય માર્કેટ રીસર્ચ કંપની બ્લાઇન્ડ વિન્ક દ્વારા યોજાયેલ ઇન્ડિયન આઇકોનીક એવોર્ડ સમારોહમાં રાજકોટના યુવાન વિશાલ પરમારને જાણીતી ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝાના હસ્તે 'બેસ્ટ યંગેસ્ટ આઇકોનિક એવોર્ડ' એનાયત થયો હતો.  આ પ્રસંગે મેનેજીંગ ડીરેકટર અનુરાગ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. મોટી વેશ્નલ સ્પીકર વિશાલ પરમાર ગુજરાતી ફિલ્મ અરમાનના પ્રોડકશન મેનેજર  રહી ચુકયા છે. તેમને મળેલ આ એવોર્ડ બદલ (મો.૮૩૪૭૧ ૭૨૩૩૨ ઉપર) ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:50 pm IST)
  • ઘોર કળીયુગ : ત્રણ દિવસમાં નિવૃત થવાના હતા પિતા : રહેમરાહે નોકરીની લાલચમાં પુત્રએ પતાવી દીધા : છત્તીસગઢમાં જશપુર જિલ્લામાં અનુકંપા પર નિયુક્તિની લાલચમાં એક યુવકે પોતાના પિતાની હત્યા કરી : યુવક અને તેના બે સાગરીતોને પોલીસે ઝડપી લીધા: સન્ના થાણા ક્ષેત્રમાં મહાબીર સાયની હત્યાના આરોપમાં પોલીસે તેના પુત્ર જીવન સાય અને તેના બે સહયોગીની ધરપકડ કરી :સન્નાના જંગલમાં મહાબીર સાયની લાશ મળી હતી access_time 1:11 am IST

  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • અમદાવાદ કોહીનૂર જૈન શાસનના સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસુરી મ.સા. બપોરે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા : આવતીકાલે સવારે ૮:૩૦ કલાકે દેવવંદન અને ગુણાનુવાદ સભા access_time 4:51 pm IST