Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રેવન્યુ કર્મચારી મંડળના કાર્યક્રમમાં ઐતિહાસિક ઘટનાઃ વિદ્યાર્થીઓના સન્માન સમયે કલેકટર સહિતના અધીકારીઓ ૧ કલાક ઉભા રહ્યા !!

રાજકોટ તા. ૧૩ : કલેકટર કચેરી ખાતે નવનિર્માણ પામેલા કલા સ્ટેશનમાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહ તથા મહેસુલી કર્મચારીશ્રીઓના સેમીનારમાં જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન તથા અધિક કલેકટરશ્રી પી.બી.પંડયા, દ્વારા દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના કુલ ૮૭ વિદ્યાર્થીઓને કલેકટર, અધિક કલેકટર આસી. કલેકટર ડો. ઓમપ્રકાશ, જસવંત જેગોડા, દિપેશ ચૌહાણ ધોરાજી પ્રાંત અધિકારીશ્રી મીયાણી, જેતપુર પ્રાંત શ્રી પુજાબેન બાવડા, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.આર. ધાધલ, મામલતદાર શ્રી હીરપરા, માંકડીયા મેડમ હાજર રહેલ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરેલ.

આ પ્રસંગે કલેકટર તરફથી મહેસુલી કર્મચારીઓને સંબોધન કરતા મંડળની સારી કામગીરીને બિરદાવેલ છે તેમજ આવા કાર્યક્રમો દર વર્ષે યોજવામાં આવે તેવું જણાવેલ છે. આ પ્રસંગે કલેકટર તરફથી તમામ હાજર કર્મચારીશ્રીઓને આવા કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા અનુરોધ કરાયો હતો.

મહેસુલી કર્મચારી મંડળના દરેક સભ્યો તરફથી અને કલેકટર તરફથી ૮૭ વિદ્યાર્થીઓને સન્માનીત કરતા સમયે અંદાજે ૧ થી ૧.રપ કલાક જેટલો સમય કલેકટર તથા દરેક અધિકારીશ્રીઓ સ્ટેજ પર ઉભા રહેલ હોય, તેવો આ પ્રથમ બનાવ હતો અને આ પ્રસંગને તમામ કર્મચારીશ્રીઓ તથા તેમના ફેમેલી મેમ્બરો તરફથી ખુબજ વખાણ કરવામાં આવેલ હતા. આ એક ઐતિહાસિક ઘટના બની હતી.

દરેક બાળકો તથા તેમના ફેમેલી મેમ્બરને કલેકટર કચેરીની મુલાકાત કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમ માટે કચેરીના મહિલા કર્મચારીશ્રી પ્રીતીબેન વ્યાસ, સોનલબેન ત્રિવેદી, શિલ્પાબેન બલવા, વૈશાલીબેન, સ્વાતીબેન, નિખીલભાઇ ગોહેલ, મૌલીકભાઇ ઉપાધ્યાય તેમજ મહેસુલી કર્મચારીશ્રીઓ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરેલ  હતું.

(3:48 pm IST)