Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વોર્ડ નં.૯ની અદ્યતન લાયબ્રેરીમાં કાલથી ૪ દિ' રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણીઃ વિવિધ કાર્યક્રમો

બાળ ફિલ્મશો, મુવીટોક, બુક ટોક વગેરે યોજાશેઃ મ્યુ.કોર્પોરેશન અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે આયોજનઃ આ કાર્યક્રમોમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા તંત્રનો અનુરોધ

રાજકોટ તા.૧૩: મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના ઉપક્રમે National Library Week ૧૪ થી ૨૦ નવેમ્બરની ઉજવણીના ભાગ રૂપે બાબુભાઇ વૈધ લાઇબ્રેરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ છે કે શહેરના વોર્ડ નં.૯માં નવનિર્માણ પામેલ અદ્યતન લાયબ્રેરીમાં કાલથી ૪દિ' રાષ્ટ્રીય લાઇબ્રેરી સપ્તાહની ઉજવણી થશે જેમાં ૧૪ના બપોરે બાળ ફિલ્મ શો- ફેમસ મુવી ''ધ લાયન કિંગ'', ૧૫ના મુવી ટોક- ઇશીતા છોટાઇ દ્વારા મૃત્યુ પહેલા જાતે તમારી મનોકામના પુર્ણ કરો-હોલીવુડ મુવી ''THE BUCKET LIST'' પર મુવી ટોક, ૧૭ના બુક ટોક- રાજેન શાહ દ્વારા ગુજરાતી સાહિત્યમાં ઉતમ ક્રુતિઓ આપનાર લેખીકા વર્ષા અડાલજા દ્વારા લખાયેલ પુસ્તક ''ગાંઠ છુટ્યાની વેળા'' પર વાર્તાલાપ તથા ૧૯ના સાંજે ૬-૩૦ કલાકે બુધ શોધો હરીફાઇ - લાઇબ્રેરીમાં સંગ્રહ કરવામાં આવેલ પુસ્તકોમાંથી (ગુજરાતી અને અંગ્રેજી બે કેટેગરીમાં) બુક શોધો હરીફાઇ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગલેવા ઇચ્છુકસાહિત્ય પ્રેમી જનતાએ  લાઇબ્રેરીના સભ્યો વહેલા તે પહેલાના ધોરણે લાઇબ્રેરીમાં રજી સ્ટ્રેશન કરાવા તંત્રની યાદીમાં જણાવાયુ છે.

(3:48 pm IST)