Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પુનિતનગર પાસે ઓવરટેક કરવા બાબતે ટ્રક ચાલક અમુભાઇને કાર ચાલકે મારમાર્યો

રાજકોટ, તા. ૧૩ :  શહેરના પુનિતનગર પાસે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પુલ પાસે ઓવરટેક કરવા બાબતે ટ્રક ચાલકને કારના ચાલકે ધોકા વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર ત્રણ માળીયા કવાર્ટરની બાજુમાં રહેતા અમુભાઇ દેવદાનભાઇ ડાંગર (ઉ.વ.પ૪) સવારે પોતાનો ટ્રક લઇને જતા હતા ત્યારે પુનિતનગર આગળ નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર પુલ પાસે એક ડસ્ટર કારના ચાલકે સાઇડ કાપવા બાબતે ટ્રક ચાલક અમુભાઇ સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને ધોકા વડે મારમારી હાથે તથા શરીરે ઇજા કરી ભાગી ગયો હતો. બાદ અમુભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)