Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

૭૫માં વર્ષ પ્રવેશે નાટ્યગુરૂ કૌશિક સિંધવે ઝૂપડપટ્ટીમાં નાટકો દ્વારા કરી ઉજવણી

રાજકોટ : અત્રેના નાટ્ય ગુરૂ કૌશિક સિંધવે (મો.૭૩૫૯૩ ૨૬૦૫૧) ૭૫માં વર્ષમાં પ્રવેશ માઈલસ્ટોનની ઉજવણી નવતર સ્વરૂપે કરી હતી. પોતાના નાટ્ય ફળીયાના તાલીમાર્થીઓ સાથે ચાર મોનોલોંગ, સંક્ષિપ્ત નાટક 'મોક્ષ' તથા એકાંકી 'સંપેતરા' તેમજ શહીદોને અંજલી તથા વતન પરસ્તીના ગીતો નટરાજ મફતીયા ઝુપડપટ્ટીમાં રજૂ કરી, ઘણી બાબતોથી વંચિત લોકને ભરપૂર મનોરંજન આપ્યુ હતું. કોઈપણ ભપકા અને ખાસ સુવિધાઓ વગર, જમીન પર, માત્ર અભિનય અને સંગીતની તાકાત પર સફળતાથી આ કાર્યક્રમ રજૂ થયો હતો. આ વિસ્તારના આગેવાનો વિરમભાઈ મુંધવા, રમેશભાઈ રાતડીયા, વાલજીભાઈ, સૌએ નાટ્ય ફળીયા પરીવારનું સ્વાગત કરી આવી ઝુપડપટ્ટીની વસ્તીમાં જન્મદિન ઉજવી નાટકો રજૂ કરવા માટે સૌનો આભાર માન્યો હતો. અંતે ઝુપડપટ્ટીના બાળકોને નાટ્ય ફળીયા દ્વારા બિસ્કીટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પ્રતિક સોલંકી, સંકેત મહેતા, અક્ષય થોરીયા, સિદ્ધાર્થ સિંધવ, હીરેન સુવા, સાહીલ બલદેવ, ગોપાલ સિંધવ, રાજદીપ આકાશ સલુજા, નિલેશ ચૌહાણ, નૈમીષ ગેરીયા તથા અભિનય સાથે કાર્યક્રમનું સંચાલન કૈરવ ભાર્ગવે કર્યુ હતું.

(3:31 pm IST)