Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અઠવાડિયામાં વધુ ૮૮ને ડેંગ્યુ : ૧૭૧ને મચ્છરની નોટીસો : ૧૦ હજારનો દંડ

શરદી- તાવ- ઝાડા-ઉલ્ટી સહિત ૧૦૦૦થી વધુ કેસ નોંધાયા : તંત્ર ઉંધા-માથે છતાં રોગચાળો અટકવાનું નામ નથી લેતો

રાજકોટ, તા. ર૩ :  શહેરમાં છેલ્લા ૪ થી પ મહિનાથી મચ્છરજન્ય ડેંગ્યુ-મેલેરિયા સહિતનો રોગચાળો વકર્યો છે છતાં તેને કાબુમાં લેવામાં તંત્ર વામણું સાબીત થઇ રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના વધુ ૮૮ દર્દીઓ નોંધાયા છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં મેલેરિયા વિભાગે મચ્છરોનાં ઉપદ્રવ ધરાવતા ૧૭૧ સ્થળોને નોટીસ ફટકારી હતી અને કુલ ૧૦,૦૦૦ નો દંડ વસુલ્યો હતો.

આ અંગેની વિગતો મુજબ શહેરમાં મીશ્ર વાતાવરણના કારણે રોગચાળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના ૮૮ કેસ ત્થા શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૮૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે. નોંધાયા છે. જયારે  છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૩૭૬, ઝાડા-ઉલ્ટીના ૩૫૭, ટાઇફોઇડ તાવના ૪, મેલેરીયાના ર, અન્ય તાવના કેસ ૪૬ વગેરે સહિત ૧૦૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

૮૮૭૬ ઘરોમાં ફોગીંગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા રર,ર૧૪ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૮૮૭૩ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છર ઉત્પત્તી સબબ શાળા, કોલેજ, હોટલ, હોસ્પિટલ, બાંધકામ સાઇટો સહિત કુલ ર૬૧ સ્થળે સર્વે કરી ૧૭૧ને નોટીસો આપીને કુલ ૧૦ હજારનો દંડ વસુલ્યો હતો.

૬૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૨૮-રેકડી, ૧૧-દુકાન, ૪૧-હોટલ-રેસ્ટોરન્ટ, ૯-ડેરી ફાર્મ, ૩૩-રેકડી ઙ્ગસહિત કુલ ૧૪ર ખાણીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૬ર કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોના ૨-નમુના લેવામાં આવ્યા હતા. ૪પ ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.

(3:30 pm IST)