Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જેન્તી ભાનુશાલી ખૂન કેસમાં રાજકોટ કનેકશનનો ધડાકો

મનીષા ગોસ્વામીના ચર્ચાસ્પદ સેકસ સીડી, બ્લેકમેઇલ પ્રકરણમાં રાજકોટ કનેકશન હોવાનો ધડાકોઃ જેન્તી ભાનુશાલીની હત્યા પૂર્વે તેના મોબાઈલમાં રહેલ ૨૧ સેકસી કલીપીંગ્સ કયાં ગયા? ઓડિયો અને સેકસ સીડીમાં ઉપયોગ થયો હોવાની યુવતીઓની કબૂલાત પછી પણ મનીષાનું મૌન, મનીષાનું કનેકશન ભુજ, મુંબઈ, પુના, રાંચી, સુરત, નડિયાદ, અમદાવાદ પછી હવે રાજકોટ સાથે હોવાનું ખુલતાં ચકચાર, પોલીસ તપાસનો ધમધમાટ

ભુજ, તા.૧૩: ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી ખૂન કેસની 'મર્ડર મિસ્ટ્રી' માં જેમ જેમ આરોપીઓ ઝડપાતાં જાય છે અને તપાસ આગળ વધતી જાય છે, તેમ તેમ સસ્પેન્સ ફિલ્મની જેમ એક પછી એક નવા નવા રહસ્યો ખુલતા જાય છે. સીટની ટીમે જેન્તી ભાનુશાલીની હત્યાના ૧૦ મહિના પછી મનીષા ગોસ્વામી અને તેના પુરુષમિત્ર સુરજીત ભાઉને ઝડપી લીધા બાદ આ કેસમાં ફરી નવા રહસ્યો બહાર આવી રહ્યા છે.

અત્યારે રેલવે પોલીસ દ્વારા મનીષાની સદ્યન પૂછપરછ કરાઈ રહી છે. પણ, સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનીષા ગોસ્વામી પોલીસને સહકાર આપતી નથી. જેન્તી ભાનુશાલીની હત્યા કરવાના કારણમાં પૈસાની લેતી દેતી હોવાનું મનીષાએ કબુલ્યું છે, પણ બ્લેક મેઇલિંગ અને ચર્ચાસ્પદ સેકસ સીડી પ્રકરણમાં મનીષા ગોસ્વામી પોલીસને કંઈ કહેતી નથી. જોકે, પોલીસ તપાસ અંગે સૂત્રો પાસેથી જે વિગતો મળી રહી છે.

 તે અનુસાર મનીષાએ જે યુવતીઓનો ઉપયોગ ઓડિયો કલીપીંગ્સ અને સેકસ સીડી બનાવવામાં કર્યો છે, તે હકીકત તે યુવતીઓએ કબૂલી છે, પણ મનીષા કંઈ બોલતી ન હોઈ હવે સેકસ સીડીમાં સામેલ યુવતીઓની હાજરીમાં પોલીસ સામસામે ક્રોસ ઈન્ટ્રોગેશન કરશે.

જોકે, જેન્તી ભાનુશાલીની હત્યા પાછળ અત્યાર સુધી જે મહત્વની વાતો ચર્ચાઈ રહી છે, તેમાં અધિકારીઓ અને નેતાઓની સેકસ કલીપીંગ્સ તેમ જ બ્લેકમેઇલિંગ હોવાનું મુખ્ય છે. જેન્તી ભાનુશાલીએ પોતાનો (મનીષા અને તેની સ્ત્રી મિત્રોનો) ઉપયોગ કરીને પૈસા અને સત્ત્।ા મેળવી હોવાનું માનતી મનીષાને જેન્તી ભાનુશાલી સાથે તબેલો શરૂ કરવા અને ખેતી કરવાના મુદ્દે પૈસાનો વાંધો પડ્યો, બસ ત્યારથી જ મનીષા ગોસ્વામી અને જેન્તી ભાનુશાલી વચ્ચેના સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ. બસ, પછી શરૂ થયો એકબીજાની સામે પોલીસ કેસ, સેકસ સીડી સાથે કાવાદાવાનો જંગ!! જેલમાં પુરાયેલી મનીષાએ પોતા થકી લાભ મેળવનાર જેન્તી ભાનુશાલી સામે વેરની ગાંઠ વાળી અને પછી મનીષાએ જેન્તીના રાજકીય દુશ્મનોનો સધિયારો મેળવીને ગુનેગારો સાથે દ્યરોબો કેળવ્યો જેમાં તેની મૈત્રી સુરજીત ભાઉ સાથે થઈ. પુના (મહારાષ્ટ્ર)ના સુરજિતને પણ માત્ર ધકધમકીથી રૂપિયા મેળવવાનું અને મનીષા સાથે રહીને મોજ માણવાનુ માફક આવી ગયું.

મનીષા પણ પતિ ગજુગીરીને બદલે સુરજીત સાથે વધુ રહેવા લાગી. જેલમાંથી મનીષાને બહાર કઢાવવામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, જેન્તી ડુમરા મદદરૂપ બન્યા. બસ, પછી તો આ કેસમાં જેન્તી ભાનુશાલીની કઈ રીતે હત્યા થઈ તે વિશે દસ મહિનામાં અનેક વિગતો બહાર આવી ચૂકી છે. પણ, અત્યારે પોલીસે મનીષાના રાજકોટ કનેકશન ઉપર ફોકસ કર્યું છે.

આ કેસમાં અત્યાર સુધી ભુજ, સુરત, નડિયાદ, મુંબઈ, પુના, રાંચી ના નામ ખુલી ચૂકયા છે, પણ હવે પહેલી જ વખત રાજકોટનું નામ સામે આવ્યું છે. જો, ચર્ચાતી હકીકતો માનીએ તો, જેન્તી ભાનુશાલીની હત્યા પછી ગુમ થયેલા તેના મોબાઈલમાં રહેલી ૨૧ સેકસ કલીપો તેમ જ બ્લેકમેઇલિંગ પ્રકરણમાં રાજકોટ કનેકશન મહત્વનું હોવાનું બહાર આવ્યું છે. જોકે, તપાસના હિતમાં પોલીસ અત્યારે વધુ કંઈ કહેવા તૈયાર નથી. પણ, રિમાન્ડ બાદ રાજકોટ કનેકશનનો મોટો ધડાકો થશે.

(10:55 am IST)
  • સુરતને દેવદિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઃ કુલ ૮૫૫ હેકટર જમીન રિઝર્વેશનથી મુકત કરાઈ : ૧૬૬૦ હેકટર જમીનના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦વર્ષથી ચાલતા પ્રશ્નનું નિવારણ access_time 11:35 am IST

  • આંધ્રપ્રદેશની સરકારી શાળાઓમાં અંગ્રેજી માધ્યમ કરવા મામલે સરકાર અને વિપક્ષ આમને સામને :રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ ઉર્દુ,તેલુગૂથી બદલી અંગ્રેજીમાં પરિવર્તિત કરવાના નિર્ણંય સામે જનસેવા,ભાજપ અને ટીડીપી જેવા પક્ષો ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પણ સરકારની ટિક્કા કરી access_time 1:08 am IST

  • નવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST