Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

૯૦ વર્ષના પદ્મભુષણ પંડીત જસરાજજીની ગાયીકી માણવાનો અવસર

રાજકોટની કલાપ્રિય જનતા માટે ફરી આવી રહયું છે શાષાીય સંગીત સમારોહ‘‘સપ્તસંગીની-૨૦૨૦'' : નિઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા જાન્‍યુઆરીમાં કાર્યક્રમઃ આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત કલાકારો કલારસ પિરસશેઃ નિઃશુલ્‍ક રજીસ્‍ટ્રેશન

રાજકોટ, તા. ૧૨ : શહેરની કલા રસીક જનતાની આતુરતાનો અંત સાથે તથા રાજકોટની કલાપ્રિય નગરજનોના શિષ્‍ટ અને પ્રશિષ્ટ, રસ અને રૂચિને પુષ્‍ટ કરવાના હેતુથી, સામાજીક પ્રવૃતિને વરેલી સંસ્‍થા નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા કલા આધારીત રંગા-રંગ મહોત્‍સવ ‘સપ્‍ત-સંગીતિ-ર૦ર૦' ના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા જાન્‍યુઆરી ર૦ર૦ ના પ્રથમ સપ્‍તાહ દરમ્‍યાન હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દેશના ખ્‍યાતિ- પ્રાપ્ત અને અગ્ર પંક્‍તિના કલા-સાધકો પોતાની કલા રજુ કરશે. સમાજ સેવા તથા રચનાત્‍મક કાર્યના પ્રકલ્‍પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્‍યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન છેલ્લા ત્રણ વર્ષોથી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને સતત સાત-સાત દિવસો સુધી શાષાીય કલાના સુર, તાલ અને નૃત્‍યથી તરબોળ કરી અને ર૦ર૦ના નૂતન વર્ષે ખ્‍યાતનામ કલાકારોની કલા માણવાની તકરૂપી ભેંટ આપવા જઈ રહી છે.

 નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન તેની વિશિટ પ્રવૃતિઓ જેવી કે, સ્‍વચ્‍છતા અભિયાન પ્રયાસ' અને વંચિત બાળકોના અભ્‍યાસને આયોજનબદ્ધ રીતે કારકિર્દી લક્ષી બનાવવાના સફળ પ્રકલ્‍પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાવીકા સંચાલીત શાળાઓમાં અભ્‍યાસ કરતા વિધાર્થીઓ કે જેખો સ્‍વનિર્ભર શાળાઓમાં અભ્‍યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્‍યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સ્‍માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્‍યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. જેમાં ધોરણ  ર થી ૮ માં અભ્‍યાસ કરતા બાળકોને ગણિત, અંગ્રેજી અને માતૃભાષાની પાયાની સમજ આપવામાં ખાવે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં રાજકોટની ૧૫ થી વધુ શાળાઓમાં અભ્‍યાસ કરતા ૫૫૦૦ જેટલા વિધાર્થીઓને રપ થી વધારે તાલીમબધ્‍ધ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આધુનિક સોફ્‌ટવેર, ઓડીયો-વિંઝયુલ લર્નીંગ મટીરીયલ અને જેટલા લેપટોપ કોમ્‍યુટર દ્વારા મળી રહ્યો છે. આ વિધાર્થીઓને  ‘‘માઇન્‍ડ સ્‍પાર્ક સોફટવેર'' કે જે હાલમાં તગડી ફી લેતી ખાનગી શાળાઓમાં ગણિત અને ભાષાઓના જ્ઞાન માટે ઉપયોગમાં લેવાય છે તેવા અત્‍યાધુનિક સોફ્‌ટવેરની મદદથી સંપુર્ણપણે નિઃશુલ્‍ક શિક્ષણ આપવામાં આવે છે. જેને લઈને હવે કોર્પોરેશન સંચાલીત શાળાઓમાં પોતાના સંતાનોને ભણાવવા વાલીઓ ઉત્‍સુક રહે છે.

   આ ઉપરાંત આ વર્ષે ઉજવવામાં ખાવી રહેલી આપણા રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મજયંતિના અનુસંધાને અમદાવાદ સ્‍થીત ગાંધી સાબરમતી આશ્રમની પ્રેરણાથી રાજકોટ કોર્પોરેશનની શાળાઓના વિધાર્થીઓને ગાંધીજીના નૈતિકતા અને અહિંસાના વિચારો સાથે અવગત કરાવવાનું અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાન અંતર્ગત ધોરણ ૬ થી ૮ માં અભ્‍યાસ કરતા કોર્પોરેશનની શાળાઓના ર૦૭૨ જેટલા વિધાર્થીઓને પાયાનું તથા નૈતિક મુલ્‍યો આધારિત શિક્ષણ આપવામાં આવે છે. તેમજ વિધાર્થીઓને અહિંસા, સત્‍ય, નૈતિકતા, સદાચાર જેવા જીવન મુલ્‍યો વિશે વિવિધ માધ્‍યમોની મદદથી શીખવવામાં આવી રહ્યું છે.

આ વર્ષે યોજાનાર ‘સપ્ત સંગીતિ ર૦ર૦' માં દિગ્‍ગજ અને આંતર રાષ્ટ્રિય ખ્‍યાતિ પ્રાપ્ત કલાકારો સતત સાત દિવસ સુધી પોતાની કલા દ્વારા સૌરાષ્ટ્રની કલા ચાહક જનતાને તરબતર કરવા આવી રહ્યા છે. આ કલાકારોમાં દેશમાં મોખરાનુ સ્‍થાન ધરાવતા પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજી એ ૯૦ વર્ષની વયે પણ રાજકોટ આવવા તૈયારી દર્શાવી તે રાજકોટની કલાપ્રિય જનતાના અહોભાગ્‍ય છે. તે ઉપરાંત વાયોલિન વાદક શ્રી કલા રામનાથ, શાષાીય ગાયક શ્રી રતનમોહન શર્મા અને શ્રી અંકિતા જોષી, સિતારવાદક શ્રી પુરબયાન ચેટરજી, બાંસુરી વાદક શ્રી રોનુ મજમુદાર, સરોધ્‍વાદક શ્રી પાર્થો સારથી, શાષાીય ધૃપદ ગાયકો શ્રી ગુંડેયા બ્રધર્સ શાષાીય ગાયક શ્રી તેજશ્રી આમોનકર અને ઓજસ અઢિયા દિગ્‍દર્શિત ‘સમર્પણ ફ્‌યુઝન બેન્‍ડ' જેવા સુર, તાલ અને લયને સમર્પિત કલાકારો કવાપ્રિય રાજકોટવાસીઓની સરાહના મેળવવા આવી રહ્યા છે. આ તમામ દિગ્‍ગજ કલાકારોની સાથે સંગત કરવા ખ્‍યાતનામ સાથી કલાકારો જેવા કે તબલાવાદક શ્રી યોગેશ સમસી, શ્રી રામકુમાર મિશ્રા, શ્રી ઈશાન દ્યોષ, શ્રી શુભ મહારાજ, શ્રી હેતલ મહેતા, શ્રી ઓજસ અઢિયા અને હાર્મોનિયમ વાદક શ્રી અભિનવ રવાન્‍ડે જેવા કલાસાધકો પોતની કલાનો પરિચય આપશે.

 આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ સ્‍થાનિક ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્‍ય પ્રાપ્‌ થવા જઈ રહ્યુ છે. જેમાં આ વર્ષે પાંચ થી છ  શહેર અને વિસ્‍તારના ઉગતા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે.  દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિઃશુલ્‍ક રહેશે. કાર્યક્રમના પાસ મેળવવા માટે સંગીત રસીકોએ ટુંક સમયમાં ખુલનાર ‘‘સપ્ત સંગીતી'' ની    www.saptasangeeti. org પર નિઃશુલ્‍ક રજીસ્‍ટ્રેશનની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

 આ આયોજનને સફળ બનાવવા નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનના ડિરેકટરો સર્વશ્રી   પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ,   અરવિંદભાઇ પટેલ,   દીપકભાઇ રીંડાણી,  વિક્રમભાઇ સંઘાણી,  હિરેનભાઇ સોઢા અને શ્રી અતુલભાઇ કાલરિયા સેવાઓ આપે છે .

 

(4:48 pm IST)