Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોર્પોરેશનમાં નાણાની તંગીઃ બજેટ વેર વિખેરઃ શાસકો ચિંતીત

દિવાળી ઉપર ૧ર૦ કરોડથી વધુનું ચુકવણુ : હવે ૭ માં પગાર પંચના એરીયર્સનું ભારણઃ તીજોરીનું તળીયુ દેખાયુ

રાજકોટ, તા., ૧૩: મ્‍યુ. કોર્પોરેશનમાં દિવાળી પછી તિજોરીના તળીયા દેખાતા નાણાની તંગી વર્તાવા લાગી છે. પરીણામે  શાસકો ભારે ચિંતામાં મુકયા છે. કેમ કે નાણાચીડને કારણે બજેટ પણ વેર વિખેર થઇ રહયું

આ અંગે આધારભૂત સુત્રોના જણાવ્‍યા મુજબ દિવાળીએ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા કોન્‍ટ્રાકટરના બીલ તથા પગાર બોનસ વગેરે મળી ૧ર૦ કરોડ જેટલી રકમનું ચુકવણું કરી દીધુ  છે અને હવે કર્મચારીના ૭માં પગાર પંચનું એરીયર્સ તથા પગાર ચુકવવાનો સમય આવ્‍યા છે ત્‍યારે તંત્ર ભયંકર નાણાભીડ અનુભવી રહી છે. આમ આગામી દિવસોમાં આ નાણાભીડમાંથી બહાર નિકળવામાં  માટે મ્‍યુ. કોર્પોરેશને આવકના બીન પરંપરાગતસ્ત્રોત જીવંત કરવા પડશે તેવી કટોકટી ભરી સ્‍થિતિ સર્જાઇ છે. (૪.૧૫)

(3:51 pm IST)