Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

બંસીધર સોસાયટીમાં અગીયાર લાખના ખર્ચે મેટલીંગ કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ અહી શહેરનાં વોર્ડ નં. ૧ નાં કોર્પોરેટર બાબુભાઇ આહીર,  દુર્ગાબા જાડેજા-અંજનાબેન મોરઝરીયાની ખાસ ઉપસ્‍થિતિમાં બંસીધર સોસાયટીમાં રૂપીયા અગીયાર લાખનાં ખર્ચે મેટલીંગ કામનો પુરજોશથી પ્રારંભ થયેલ. નવી બનેલ સોસાયટી બંસીધર સોસાયટીમાં કોર્પોરેટર બાબુભાઇ આહીર દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ વિસ્‍તારની દરેક શેરી-ગલ્લીઓમાં મેટલીંગ કામ શરૂ કરેલ. આ પ્રસંગે કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયા સહીત વોર્ડ-પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા, મહામંત્રી કાનાભાઇ સતવારા, ભાજપ આગેવાનો જયદીપસિંહ જાડેજા, માનસીંગભાઇ ગોહીલ, રાજેશભાઇ શીલુ, યુવરાજસિંહ ચુડાસમા, રાજેશભાઇ મકવાણા, લલીતભાઇ વાડોલીયા, પ્રફુલભાઇ જોષી, અશોકભાઇ રાઠોડ, નવીનભાઇ રાઠોડ, નિરજભાઇ બારોટ, પ્રશાંતભાઇ દેવમુરારી, નવીનભાઇ વાડોલીયા, વશરામભાઇ તોરીયા સહીત અસંખ્‍ય આગેવાનો ઉપસ્‍થિત રહી મેટલીંગ કામ પુરજોશથી શરૂ કરાયું.

(3:47 pm IST)