Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રાજકોટની કુલ ૧પ૦ સુચિત સોસાયટીમાં ૧૭ હજારથી વધુ મકાનોઃ ૬ હજારથી વધુ ર૦૦ર પછીના મકાનો

૩ હજારથી વધુ આસામીના ઓર્ડરો કરાયાઃ કુલ ૧૩ હજાર અરજી આવીઃ ૧૩૯ સોસાયટીઃ ર૦ સોસાયટી પેન્ડીંગ

રાજકોટ તા. ૧૩ :.. જીલ્લા કલેકટર શ્રી ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે હાલ રાજકોટમાં ચાલી રહેલ સુચિત સોસાયટીઓને રેગ્યુલાઇઝડ કરવાની કામગીરીમાં રાજકોટ ગુજરાત લેવલે નંબર વન છે.

રાજકોટમાં કુલ ૧પ૦ સુચિત સોસાયટીમાં થઇને ૧૬ થી ૧૭ હજાર મકાનો આવેલા છે, જેમાં ૬ હજારથી વધુ મકાનો ર૦૦ર પછીના છે, હાલ ચાલી રહેલ  કામગીરીમાં કુલ ૧૩ હજાર અરજી આવી છે, અને ૩ હજારથી વધુ આસામીઓના ઓર્ડરો કઢાયા છે.

કલેકટરે સંકેત આપ્યો હતો કે ગુજરાત સરકારના જાહેરનામા મુજબ ર૦૦ર પહેલાની સોસાયટીના બાંધકામોને નિયમીત કરવાની દરખાસ્તો કરાઇ છે, ર૦૦ર પછીના જે બાંધકામો છે તે અંગે એકટમાં સુધારો કરવો પડે અને આ બાબતે રાજય સરકારનું ધ્યાન દોરાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે કુલ ૧૩૯ સોસાયટી અંગે મંજૂરી મળી છે, ર૦ સોસાયટી અંગેની બાબતો પેન્ડીંગ છે, અને ખૂલ્લા પ્લોટને નિયમીત કરવાની દરખાસ્તો પણ કરાઇ છે.

(3:46 pm IST)