Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આત્માના નિજ ગુણ જ્ઞાનની ઉપાસના એટલે સ્વાત્માની ઉપાસના દ્વારા સ્વરૂપ દશાની પ્રાપ્તિ પૂ. પારસમુનિ

રાજકોટ તા.૧૩: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવશ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ. શ્રી પારસમુનિ મ.સા.ની નિશ્રામાં શ્રી પંતનગર સ્થા.જૈન શ્રા.સંઘ-ઘાટકોપરમાં તા.૧૨ને સોમવારે જ્ઞાનપંચમીના શુભદિને જ્ઞાન અભ્યુદય અર્થે શ્રુતદેવની ઉપાસના દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કરી જીવનને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશમાં લઇ જવાનો અમુલ્ય અવસર શ્રુતદેવ ઉપાસના યોજાયેલ.

યાદશકિત વધારવા, અભ્યાસમાં નબળા બાળકોને જ્ઞાનવૃદ્ધિ માટે, ભૂતકાળમાં જ્ઞાનની થયેલી અશાતનાના પશ્ચાતાપ માટે, જ્ઞાનોદય દ્વારા સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ અર્થે શ્રુતદેવ ઉપાસના કરવી આવશ્યક છે.

શ્રી પંતનગર સ્થા.જૈન સંઘ દ્વારા ચાતુર્માસ ઋણ સ્વીકાર સમારોહ તથા દશમાવ્રતા દયાવ્રતનું આયોજન તા.૧૮ના રોજ રાખવામાં આવેલ છે.

નૂતનવર્ષના પ્રથમ દિને એક ગુરૂભકત તરફથી સર્વ કર્મચારીઓને ચાંદીની લગડી ભેટ આપવામાં આવેલ તથા મહાપ્રભાવક મંત્રાધિષ્ઠિત મહામાંગલિક બાદ સોળ લક્કી ડ્રો રાખવામાં આવેલ. તથા ૧૦૦ રૂ.ની પ્રભાવના નૂતનવર્ષ પ્રથમ દિને આપવામાં આવેલ. તા. ૨૩ના પૂ.ગુરૂદેવનો પ્રથમ વિહાર અશ્વિનભાઇ તેજાણી, વિક્રમ બિલ્ડીંગ, માણેકલાલ કોર્નર, ઘાટકોપર વેસ્ટમાં થશે.

(3:07 pm IST)