Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કાલથી ગ્રંથાલય સપ્તાહ

કાલે ૧૪ નવેમ્બરથી ર૦ નવેમ્બર સુધી વિશ્વમાં ગ્રંથાલય સપ્તાહ તરીકે ઉજવાશે. 'જ્ઞાન, દર્શન અને ચારીત્ર્ય'નો સમન્વય એટલે ગ્રંથાલય' ગ્રંથાલય એ માહિતી અને જ્ઞાનનો અનંત ભંડાર છે. જેનાં ઉપયોગ થકી મનુષ્ય પોતાનો માનવ ધર્મ શ્રેષ્ઠ રીતે નિભાવતા શીખવી શકે છે. હજારો વર્ષોની સંસ્કૃતિના નિચોડ રૂપી માનવીય મૂલ્યોનું જ્ઞાન ધરાવતા પુસ્તકોનું આશ્રય સ્થાન ગ્રંથાલયમાં છે.

આવા ગ્રંથાલયો મનુષ્યને સત્યનો પાઠ શીખવે છે. મહા માનવો એ સત્યને જ ઇશ્વર કહે છે. આથી આ સત્ય રૂપી ઇશ્વરનો બોધ અને સાક્ષાત્કાર ગ્રંથાલયમાં રહેલ પુસ્તકો કરાવે છે. જે પુસ્તકો જ્ઞાનીઓના જીવન અને કવનથી સમૃધ્ધ હોય છે. માટે પુસ્તકો રાખવા ઘર મોટા નહીં પરંતુ સંસ્કાર મોટા જોઇએ છે.

વળી ગ્રંથાલયો મનુષ્યને શીવ તત્વની પ્રાપ્તી કરાવે છે. હજારો વર્ષોથી ધરા પર પોતાની સાધના તપશ્ચર્યા અને કર્મોથી અગમ તત્વની ઉપાસના કરતા સાધુ સંતો-મહંતોએ જીવનના ગઢ રહસ્યો અને તેના કાયદારૂપ શીવ તત્વની ખોજ કરેલ છે. આવા પરમતત્વની અનુભુતિ, સાધના અને રહસ્યોના નીચોડ સમા પુસ્તકો ગ્રંથાલયમાં સંગ્રહીત હોય છે. જે માનવીને જગતના નિર્માણના રહસ્યો રૂપી શીવતત્વને સમજાવે છે. માટે  રામ નથી રામાયણમાં, કૃષ્ણ નથી ગીતામાં, ખુદા નથી કુરાનમાં, ક્રાઇસ્ટ નથી બાઇબલમાં: તે બધા માણસના ચારિત્ર્યમાં છે, ચારિત્ર તે નીતિમાં છે, નીતિ સત્યમાં છે, સત્ય એ જ શિવ છે.

૧પ મી સદીમાં છાપકામની નવી પધ્ધતિ આવ્યા બાદ પુસ્તક નિર્માણમાં ક્રાંતિ આવી છે અને કવોલીટીમાં સુધારો આવ્યો અને કિંમતમાં ઘટાડો આવ્યો ઉચ્ચ ટેકનીકલ ઉપયોગથી આકર્ષક ગ્રંથો બનવા અને વાચક વર્ગનો થયો. નાના ગ્રંથાલયો, મહાન ગ્રંથાલયોની સ્થાપનાઓ થઇ અને આ ગ્રંથાલયમાં વિવિધ પ્રકારે વહીવટની દ્રષ્ટીએ નિર્માણ થઇ.

શૈક્ષણીક ગ્રંથાલયો, ઔદ્યોગીક ગ્રંથાલયો, સરકારી ગ્રંથાલયો, ખાનગી ગ્રંથાલયો, જાહેર ગ્રંથાલયો, ધાર્મિક ગ્રંથાલયો, ગ્રંથાલયોને ઉપયોગી થયા, તેમાં પણ કોઇપણ ગ્રંથાલયમાં વર્ગીકરણ પધ્ધતિએ પુસ્તકો ગોઠવવામાં આવ્યા હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં પુસ્તક જોઇએ ત્યારે મળી શકે અને આ ઇન્ટરનેટ યુગમાં ઇ-બુકનો જમાનો છે ત્યારે આ શ્રેષ્ઠ પધ્ધતિ ઉમેરતી જવી પડે છે.

ગ્રંથાલયની સાથે સંગ્રહીત વાંચન સામગ્રી નવી દ્રષ્ટી ઉમેરતી જવી પડે છે. જેમ કે, ડેટા લાઇબ્રેરી, ડીઝીટલ લાઇબ્રેરી, મેપ લાઇબ્રેરી, પિકચર (ફોટોગ્રાફ) લાઇબ્રેરી, સ્લાઇડ લાઇબ્રેરી આમ, તમામ પ્રકારની નવી સામગ્રી ઉમેરવી પડે છે.

-જયેશ સંઘાણી

મો. ૯૪ર૮ર ૦૦પર૦

(3:05 pm IST)