Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જય જલીયાણ, કરો સૌનું કલ્યાણ : કાલે શોભાયાત્રા સહિત ભકિતમય કાર્યક્રમો

રાજકોટ જલારામનગરીમાં ફેરવાશે : ઠેરઠેર પુજન, મહાઆરતી મહાપ્રસાદના આયોજનો : ચોમેર અદમ્ય ઉત્સાહ

રાજકોટ તા. ૧૩ : ''રામ નામ મેં લીન હૈ, સબ મેં દેખત રામ, તાકે પદ વંદન કરૃં જય જય શ્રી જલારામ!''... હંમેશા રામ નામની માળા જપનાર અને ભુખ્યાને ભોજનનો નવો ભકિતમાર્ગ દેખાડી જનાર ભકત શ્રી જલારામ બાપાની આવતીકાલે ર૧૯ મી જન્મ જયંતિ છે.

આખુ રાજકોટ જલારામ બાપાની ભકિતમાં ઓળઘોળ બનવા થનગની રહ્યુ છે. જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાત્રાનું આયોજન કરાયુ છે. તો વિવિધ વિસ્તારોમાં પૂજન, આરતી, પ્રસાદ, ભકિત સત્સંગના કાર્યક્રમો આયોજીત થયા છે.

શોભાયાત્રા

જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા કાલે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. મુખ્ય રથ ઉપરાંત વિવિધ ફલોટસ સજાવટ સાથેની આ શોભાયાત્રાનો પ્રારંભ કાલે સાંજે પ વાગ્યે ચૌધરી હાઇસ્કુલ ખાતેથી થશે. અહીથી જયુબેલી બાગ ચોક, સેન્ટ્ર બેન્ક, નાગરીક બેન્ક નવી શાકમાર્કેટ ચોકથઇ સાંજે પ.૨૫ કલાકે પરાબજાર પહોંચશે. અહીંથી ધર્મેન્દ્રરોડ, સાંગણવા ચોક, લોહાણા મહાજન વાડી, રાજશ્રી સીનેમા, પ્રહલાદ રોડ, કરણપરા થઇ સાંજે ૬.૩૦ વાગ્યે કેનાલ રોડ પહોંચશે. અહીંથી ભુતખાના ચોક, લોધાવાડ ચોક, ઇજનેરી કચેરી રોડ, કાઠીયાવાડ જીમખાના, આર.કે.સી. રોડ થઇ સાંજે ૭.૩૦ વાગ્યે મોટીટાંકી ચોક પહોંચશે. અહીંથી અકિલા કાર્યાલય, ફુલછાબ ચોક, સદર બજાર, હરી હર ચોક થઇ રાત્રે ૮ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિરે પહોંચશે. જયાં મહાઆરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોઠારીયા રોડ

સુભાષનગર ચોક, કોઠારીયા રોડ પર આવેલ નંદા હોલ ખાતે કાલે જલારામ જયંતિ મહોત્સવ ઉજવાશે. સવારે ૯ વાગ્યે અન્નકોટ, ૧૦ વાગ્યે મહાઆરતી, બપોરે ૧૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. દેવલભાઇ મણીયાર (મો.૯૪૨૭૩ ૪૮૨૮૯) ની આગેવાની હેઠળ મહોત્સવ સમિતિના સર્વે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

સદર બજાર વેપારી એસો.

સંત શિરોમણી જલારામ બાપાની ૨૧૯ મી જન્મ જયંતિ નિમિતે આયોજીત શોભાયાત્રાને સત્કારવા સદર બજાર વેપારી એસોસીએશન, મિત્ર મંડળ દ્વારા ાયોજન કરાયુ છે. તમામ ભકતોનું અલ્પાહાર અને સરબતથી ભાવભીનું સ્વાગત કરાશે. આ માટે નિલેશ આર. રાચ્છ, ભરતભાઇ જોબપુત્રા, જયેશભાઇ એન. કકકડ, શરદભાઇ એમ. જસાણી, દિવ્યેશભાઇ ઉમરાણીયા, અમિત આર. કાનાબાર, કેતનભાઇ એસ. કાછેલા, મુકેશભાઇ ધનવાણી, પરિમલભાઇ એસ. પંડયા વગેરે  જહેમત ઉઠાવી રહ્યા છે.

મવડી - ઉદયનગર

રઘુવંશી યુવક મંડળ દ્વારા મવડી રોડ પર ઉદયનગર ઇન્દ્રપ્રસ્થ હોલની પાછળ, સમોજાદ સ્કુલની બાજુમાં વાટલીયા પ્રજાપતિની વાડી ખાતે તા. ૧૪ ના બુધવારે બપોરે ૧૧ થી ર.૩૦ દરમિયાન જલારામ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાશે. મહાઆરતી મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. રઘુવંશી પરિવારો અને જલારામ ભકતોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:02 pm IST)