Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કાલે રઘુવંશી પરિવારની મહિલા સમિતિ દ્વારા આરતી સુશોભન- વેશભુષા સ્પર્ધા

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક બાળકો- બહેનોએ સ્થળ ઉપર જ પહોંચી જવું

રાજકોટઃ રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા સંત શ્રી શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવા માટેના નાના બાળકોમાં રામ અને જલારામના દર્શન કરવા માટે વેષભૂષા હરિફાઈ રાખેલી છે. જેમાં બાળકો હિન્દુ દેવી દેવતાના સ્વરૂપ ધારણ કરી આ સ્પર્ધામાં ભાગ લેશે. મહિલા સમિતિ દ્વારા આ સ્પર્ધામાં શ્રેષ્ઠ આવનાર બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત બહેનો માટે આરતી સુશોભન હરિફાઈ રાખવામાં આવેલ છે. તેમાં બહેનો દ્વારા જુદી જુદી વસ્તુઓથી આરતી સુશોભન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા રઘુવંશી કાર્યાલય, જાગનાથ મંદિર ચોક (મો.૯૮૨૪૪ ૦૦૦૩૦) ખાતે સંપર્ક કરવો. કાલે સાંજે ૫ થી ૭ વિવિધ સ્પર્ધા યોજાશે. જેમાં ૭:૩૦ થી ૮ મહાઆરતી અને સાંજે ૮ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ ભકતોને જાહેર આમંત્રણ અપાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:01 pm IST)