Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રૈયામાં ડેરીમાં ભિષણ આગઃ પાંચ લાખનું નુકસાન

પંકજભાઇ સિણોજીયાની અંજની સ્વીટ નમકીનમાં બનાવઃ શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ

રાજકોટઃ રૈયા ગામમાં આવેલી અંજની સ્વીટ એન્ડ નમકીન નામની ડેરીમાં સવારે આગ ભભૂકતાં નાશભાગ મચી ગઇ હતી. જોત જોતામાં આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડેરીની બાજુમાં રહેતાં વ્યકિતએ ડેરી માલિક એ. જી. સોસાયટીમાં રહેતાં પંકજભાઇ નાનજીભાઇ સિણોજીયાને જાણ કરી હતી તેમજ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. બે ફાયર ફાઇટરોએ તાકીદે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.

(2:56 pm IST)