Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રાજકોટમાં સવારે ઝાકળવર્ષા : હાઈવે ઉપર અસર વધુ જોવા મળી

રાજકોટ : દિવાળી - નૂતનવર્ષના પર્વ પૂર્ણ થયા છે. રાત્રીના અને વ્હેલી સવારે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. દરમિયાન આજે સવારે રાજકોટ શહેરમાં ઝાકળવર્ષા જોવા મળી હતી. હાઈવે ઉપરના માર્ગો ઉપર તો ઝાકળનું પ્રમાણ વધુ જોવા મળતુ હતું. હવે ધીમે ધીમે ઠંડીના દિવસોની શરૂઆત થશે. તસ્વીરમાં સવારે ઝાકળવર્ષા જોવા મળે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:11 am IST)