Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કાલથી આકાશમાં ઉલ્કા વર્ષા : લીઓનીડસનો નજરો જામશે

૨૦ મી નવેમ્બર સુધી નિહાળી શકાશે : રાત્રે ૧ થી પરોઢીયા સુધી શ્રેષ્ઠ સમય : કલાકની ૧૫ થી ૫૦ ઉલ્કાઓ વરસતી જોવા મળશે : રોમાંચક ખગોળીય ઘટનાનો આનંદ લુંટવા જીજ્ઞાસુઓને વિજ્ઞાન જાથાનો અનુરોધ

રાજકોટ તા. ૧૩ : ઓકટોબરમાં ટોરીડસ ઉલ્કાનો નજારો નિહાળ્યા બાદ હવે કાલથી લીઓનીડસ ઉલ્કાનો રોમાંચક નજારો માણવા સજજ જઇ જવા જીજ્ઞાસુઓને ભારત જન વિજ્ઞાન જાથાએ અનુરોધ કરેલ છે.

જાથાના રાજયના ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ કાલે તા. ૧૪ નવેમ્બરથી ર૦ નવેમ્બર દરમિયાન રાત્રીના ૧ થી પરોઢીયા સુધી લીઓનીડસ ઉલ્કાઓ વરસતી સ્પષ્ટ જોવા મળશે. દેશ વિદેશમાં કલાકની ૧૫ થી ૫૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળશે. આ લીઓનીડસ ઉલ્કા સિંહ રાશીની છે અને તેને ધુમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે.

મહત્તમ ઉલ્કા વર્ષા શુક્ર-શનિ તા.૧૬/૧૭ ના જોવા મળશે. ઉલ્કા વર્ષાને નજર કેદ કરવા ૧૦*પ૦ નું મેગ્ની ફીકેશન ધરાવતુ દુરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઇન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયો ગ્રાફી કેમેરામાં કેદ કરવા વિવિધ સ્થળોએ આયોજન ગોઠવેલ છે. લોકોએ આ ખગોળીય ઘટનાનો રોમાંચક લાભ લેવા જાથાના રાજયના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(11:11 am IST)